1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 19 જુલાઈ 2022 (16:06 IST)

બિહારમાં સાપનો મેળો ભરાય છે, દરેક હાથમાં અને ગળામાં સાપ જોવા મળે છે

બિહારના સમસ્તીપુરમાં નાગ પંચમી પર એક એવો મેળો લાગે છે જેને જોઈને સામાન્ય લોકોના રૂંવાટા ઉભા થઈ જાય છે. આ મેળા છે સાંપોના. સાંપ આટલા ઝેરીલા કે તેના ઝેરના એક ટીંપા કોઈનો પણ જીવ લઈ શકે. સ્થાનીઉઅ લોકોનો દાવો છે કે ભગત તંત્ર-મંત્રથી ઝેરીલા સાંપના ઝેર કાઢી નાખ છે. પૂજા કર્યા પછી આ સાંપોને ફરીથી જંગલમાં મુકવામાં આવે છે. બાળકથી લઈને વૃદ્ધ સુધીના હાથમાં હોય છે સાંપ 
 
- સમસ્તીપુરથી આશરે 23 કિલોમીટર દૂર સિંધિયા ઘાટ પર નાગ પંચમીના દિવસે આ અનોખો મેળો લાગે છે.. શું બાળક, શું વૃદ્ધ દરેક કોઈના હાથમાં, ગળામા સાંપ હોય છે. 
- મેળામાં કોઈ સાપને ખવડાવતા જોવા મળશે તો કોઈ સાપ સાથે રમતા જોવા મળશે. થોડા સમય પછી આ સાપ દૂધ પીવડાવીને અને માનતા માંગ્યા બાદ છોડી દેવામાં આવે છે.