સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 જૂન 2022 (18:16 IST)

પુત્રીનો પગ લઈને પોલીસ મથક પહોંચ્યા લાચાર પિતા, સાસરીવાળાઓએ મારીને સળગાવી દીધી

beti ke pair
મારી પુત્રીના સાસરિયાના લોકો આટલા  હેવાન થઈ શકે છે, આ વિચારીને જ મારી આત્મા કાંપી જાય છે. લગ્ન પછીથી જ પુત્રીને રોજ મારતા હતા. 5 દિવસ પહેલા તો હદ જ કરવામાં આવી. તેને સળગાવીને મારી નાખી. પુત્રી કહેતી રહી પપ્પા મને અહીથી લઈ જાવ પણ હુ તેને બચાવી ન શક્યો. જ્યારે તેની પાસે પહોંચ્યા તો તે સળગી ચુકી હતી. તેના ફક્ત પગ બચ્યા હતા. અમને ન્યાય મળી જાય તેથી પોલીસે અમને પગ આપી દીધા છે. 
 
પુત્રીને ગુમાવનારા પિતાએ પોલીસ સ્ટેશનમાં રડી રડીને સાસરીયાઓની હેવાનિયત બતાવી. બિહારના ભોજપુરના મુફસ્સિલ પોલીસ ક્ષેત્રમાં આ ઝકજોરી દેનારી ઘટના બની છે. અહીના બભનગાવા ગામના રહેનારા અખિલેશ બિંદની  પુત્રી મમતાએ ગયા સોમવારની રાત્રે તેના સાસરિયાવાળાઓએ સળગાવીને મારી નાખી હતી. મામલો હવે સામે આવ્યો છે.