1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: દેહરાદૂન, , શનિવાર, 11 સપ્ટેમ્બર 2021 (11:45 IST)

ઉત્તરાખંડમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતા

ઉત્તરાખંડના અનેક જીલ્લામાં શનિવારે સવારે ભૂકંપના જોરદાર ઝટકા આવ્યા. ભૂકંપનુ કેન્દ્ર ચમોલીમાં ઘરતીના પાંચ કિમી દૂર રહ્યુ  ભૂકંપને કારણે લોકો ગભરાય ગયા છે અને પોતાના ઘરની બહાર નીકળી આવ્યા. જો કે અત્યાર સુધી ભૂકંપને કારણે કોઈ જાનમાલની સૂચના નથી. 
 
ઉલ્લેખનીય છે કે જોશીમઠથી 31 કિલોમીટર પશ્ચિમ દક્ષિણમાં આજે સવારે 5.58 વાગે ભૂકંપ આવ્યો. આ દરમિયાન ચમોલી, પૌડી, અલ્મોડા વગેરે જીલ્લામાં ભૂકંપના તેજ ઝટકા અનુભવ્યા. નેશનલ સેંટર ફોર સીસ્મોલોજીના મુજબ, આ ભૂકંપની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6 રહ્યા. ભૂકંપનુ કેન્દ્ર ચમોલી જીલ્લાનુ જોશીમઠમાં રહ્યુ.