બુધવાર, 8 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શનિવાર, 3 જુલાઈ 2021 (17:16 IST)

Pushkar Singh Dhami: કોણ છે પુષ્કર સિંહ ધામી, જેમને બીજેપીએ બનાવ્યા ઉત્તરાખંડના મુખ્યમંત્રી જાણો તેમના વિશે

Pushkar Singh Dhami Profile: પુષ્કર સિંહ  ધામી ઉત્તરાખંડના આગામી મુખ્યમંત્રી બનશે. આ નિર્ણય ભારતીય જનતા પાર્ટીની વિધાનસભા પક્ષની બેઠકમાં લેવામાં આવ્યો હતો. દહેરાદૂનમાં યોજાયેલી વિધાનસભા પક્ષની બેઠકમાં ધામીના નામ પર મહોર લાગી હતી. ધામી રાજ્યના 11 મા મુખ્યમંત્રી બનશે.
 
કોણ છે પુષ્કર સિંહ ધામી ? 
 
પુષ્કરસિંહ ધામી એક યુવા નેતા છે અને હાલમાં તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. ધામીનો જન્મ પિથૌરાગઢના ટ્રંડી ગામમાં થયો. ધામી ઉદ્યમ સિંહ નગરના ખટીમા વિધાનસભા ક્ષેત્રથી આ વખતે બીજીવાર ઘારાસભ્ય બન્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે ધામીને ભગત સિંહ કોશ્યારીના ખૂબ જ નિકટ માનવામાં આવે છે. પુષ્કર સિંહ ધામી આરએસએસ બેકગ્રાઉંડના નેતા છે. રાજનીતિના શરૂઆતના સમયમાં તેઓ એબીવીપીના અનેક મહત્વના પદ પર રહ્યા છે. ધામી બે વાર બીજેપી યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રહ્યા છે. 
 
પુષ્કરસિંહ ધામીના નામની જાહેરાત પૂર્વ સીએમ તીરથસિંહ રાવતે પોતે કરી હતી. ઉત્તરાખંડ ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા પછી, પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, મારી પાર્ટીએ એક સામાન્ય કાર્યકરને સેવા કરવાની તક આપી છે. અમે દરેકના સહકારથી જાહેર પ્રશ્નો પર કામ કરીશું.
 
મુખ્યમંત્રી પદ મળતાં તેમણે કહ્યું હતું કે, "હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને દરેકનો આભાર માનું છું." ચૂંટણીઓમાં પાર્ટીને જીતાવવાના પ્રશ્ન પર તેમણે કહ્યુ કે પડકાર છે ને તેઓ પડકાર સ્વીકારે છે.