શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 1 જુલાઈ 2021 (16:40 IST)

Flying Car: લ્યો ભાઈ, આવી ગઈ આકાશમાં ઉડનારી કાર, 8 હજાર ફીટની ઊંચાઈ પર જોવા મળી ઉડનખટોલા

હિન્દુ દંતકથાઓ(Hindu Mythology)ની અનેક વાર્તાઓમાં તમે ઉડનખટોલાનો ઉલ્લેખ સાંભળ્યો હશે. પણ હવે રિયલ લાઈફમાં પણ ઉડનખટોલા(ઉડતીકાર)  જોવા મળી છે. 
 
કારને લાગી પાંખ 
 
ઉલ્લેખનીય છે કે યૂટ્યુબર અને ઈન્વેંટર સ્ટીફન ક્લેન (YouTuber and Inventor Stefan Klein)એ પોતાના યૂટ્યુબ ચેનલ ક્લેન વિઝન (Youtube Channel Klein Vision) પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.  જે કે સ્લોવાકિયા  (Slovakia)ના નાઈટ્રા (Nitra)માં એક હવાઈ મથકનો છે. આ વીડિયોમાં એક કાર જોવા મળી છે. જેના પર બહારની તરફ ખુલનારા વિંગ્સ (Retractable wings) લાગેલા છે. ત્યારબાદ વીડિયોમાં જોવા મળ્યુ છે કે કારમાં બેસેલા ક્લેન હેડફોન  (Headphone) લગાવે છે અને કારની છતને બંધ કરી દે છે. જે અસલમાં કૉકપિટ 
(Cockpit)માં બદલાય જાય છે. જમીન પર ચાલનારી આ કાર એયરકાર  (AirCar)માં બદલાય ગયા પછી જમીનથી ઉપર ઉઠે છે. જેના થોઈવાર પછી ટરબાઈન ((Turbine)ની જેમ કામ કરનારા બૂટ (Boot) પર લાગેલા પ્રોપેલર  (Propeller) ની મદદથી આ 8,200 ફીટની ઊંચાઈ સુધી પહોંચી જાય છે. 
 
34 મિનિટ સુધી હવામાં ઉડતી રહી કાર 
 
માહિતી મુજબ આ એયરકાર લીલાછમ ખેતરો અને અનેક ઊંચી ઈમારતોને પાર કરતી બ્રાતિસ્લાવા (Bratislava)માં આંતરાષ્ટ્રીય હવાઈ મથક (International airport) પર લૈંડ કરે છે. લૈંડિગ (Landing)પછી, એક બટનના એક ક્લિક પર વિમાન ત્રણ મિનિટની અંદર સ્પોર્ટ્સ કાર (Sports Car) માં ફેરવાય જાય છે. ઉલ્લેખનીય છે કે આ સંપૂર્ણ હવાઈ યાત્રા 35 મિનિટની હતી. 
 
એયરકારે સાયંસ ફિક્શનને હકીકતમાં બદલ્યુ 
 
પ્રોફેસર ક્લેને જણાવ્યુ કે એયરકાર હવે ફક્ત એક કૉન્સેપ્ટ  (Concept)નથી રહ્યો. 115 મીલ પ્રતિ કલાકની ગતિથી 8200 ફીટની ઊંચાઈ પર ઉડતી આ કારે સાયંસ ફિક્શન  (Science Fiction) ને હકીકતમાં બદલી નાખ્યુ છે.  ઉલ્લેખનીય છે કે ક્લેન વિઝનની ટીમે 28 જૂને પઓતાની 142મી સફળ લૈંડિંગ (Successful landing) પુરી કરતા પહેલા અનેક ઉડાન પરીક્ષણ કર્યુ હતુ, બોઈંગ કંપની  (Boeing Company) ના વરિષ્ઠ 
તકનીકી સાથી (Senior Technical fellow) ડો. બ્રૈકો સરહ (Dr Branko Srah) એ ક્લેનના વખાણ કરતા કહ્યુ, 'પ્રોફેસર સ્ટીફન ક્લેન  (Stefan Klein) યૂજર ફેંડલી ફ્લાઈંગ કાર (User Friendly Flying cars) બનાવવામાં વર્લ્ડ લીડર (World Leader) છે.'