ઈંડિયન નેવીમાં સામેલ થઈ સબમરીન ખાંદેરી, ભારતની તાકત અનેકગણી વધશે

મુંબઈ.| Last Modified ગુરુવાર, 12 જાન્યુઆરી 2017 (10:48 IST)

ઈંડિયન નેવીની તાકતને વધુ વધારવા માટે ગુરૂવારે સવારે એડવાંસ્ડ્ડ ટેકનોલોજીવાળી ખાંદેરી સબમરીનને નેવીમાં સામેલ કરવામાં આવી. મઝગાવ લિમિટેડમાં ડિફેંસ સ્ટેટ મિનિસ્ટર સુભાષ ભામરેએ તેને ઈંડિયન નેવીને સોંપી. નેવીમાં સામેલ થયા પછી તેના અનેક ટ્રાયલ હશે. ત્યારબાદ જ તેને નેવીના વાર જોનમાં સ્થાન આપવામાં આવશે.
શિવાજી મહારાજના કિલ્લા પરથી મળ્યુ નામ ...

- ખાંદેરી સબમરીનને મઝગાવ ડૉક શિપબિલ્ડર્સ લિમિટેડે ફ્રાંસના મેંસર્સ ડીસીએનસી સાથે મળીને બનાવી છે.
-
આ સબમરીનનુ નામ સમુદ્રની વચ્ચે ટાપૂ પર બનેલ શિવાજી મહારાજના ખાંદેરી કિલ્લ્લાના નામ પર બનાવી છે.
- કિલ્લાના 17મી સેંચુરીમાં સમુદ્રમાં મરાઠીની તાકતને સાબિત કરવામાં મુખ્ય પાત્ર ભજવ્યુ હતુ.
- ખાંદરી દુશ્મનના રડારથી બચી શકે છે. તેને ભારતમાં જ તૈયાર કરવામાં આવી છે.
- સ્કૉર્પીન શ્રેણીની આ બીજી સબમરીન છે. આ પહેલા એપ્રિલ 2015માં કલવરી સબમરીનને સમુદ્રમાં ઉતારવામાં આવી હતી. તેને ડિસેમ્બર સુધી સમાવેશ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો, પરંતુ તે સફળ રહ્યો નહોતો.
- કલવરી અને ખંડેરી સબમરીનો આધુનિક ફીચર્સથી સજ્જ છે. આ સબમરીન દુશ્મનની નજરમાંથી બચીને જોરદાર નિશાન લગાવી શકે છે. આ સિવાય ટૉરપીડો અને એંટી શિપ મિસાઈલો દ્વારા હુમલો પણ કરી શકે છે.
અનેક ટેસ્ટ પાસ કરવા પડશે

- 12 જાન્યુઆરીના રોજ સમુદ્રમાં ઉતાર્યા પછી ખાંદેરી સબમરીનને ડિસેમ્બર 2017 સુધી અનેક મુશ્કેલ ટેસ્ટમાંથી પસાર થવુ પડશે.
- લગભગ 20 વર્ષ સુધી દેશની સેવા કર્યા પછી 18 ઓક્ટોબર 1989માં તેને નેવીમાંથી રિટાયર કરવામાં આવ્યો.


આ પણ વાંચો :