રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 15 જુલાઈ 2022 (00:25 IST)

લલિત મોદી-સુષ્મિતા કરશે લગ્ન : પૂર્વ IPL કમિશ્નરે ટ્વીટ કરી પૂર્વ મિસ યૂનિવર્સને બેટર હાફ કહ્યુ, પછી આપી સફાઈ - ડેટ કરી રહ્યા છીએ, લગ્ન પણ થશે જ

lalit modi
IPLના પૂર્વ ચેયરમેન લલિત મોદીએ ગુરૂવારે સાંજે લગભગ 6 વાગે ટ્વીટર પર પોતાના લગ્ન પહેલા મિસ યૂનિવર્સ સુષ્મિતા સેન સાથે થવાનુ એલાન કર્યુ. સુષ્મિતાને બેટર હાફ કહી. મીડિયામાં સમાચાર ચાલ્યા તો પહેલા ટ્વીટના અડધા કલાક પછી પોતાની સફાઈમાં તેમણે બીજુ ટ્વીટ કર્યુ. જેમા લખ્યુ - સ્પષ્ટ રી દઉ કે લગ્ન થયા નથી. એકબીજાને ડેટ કરી રહ્યા છીએ. લગ્ન પણ જલ્દી થશે. 

લલિતે ટ્વિટર પર સુષ્મિતાનુ ઈંસ્ટાગ્રામ એકાઉંટ ટૈગ કર્યુ 
લલિત મોદીએ પોતાના પહેલા ટવીટમાં સુષ્મિતાનુ ઈંસ્ટાગ્રામ એકાઉંટ @sushmitasen47 ટૈગ કર્યુ. સુષ્મિતાનુ ટ્વિતર એકાઉંટ @thesushmitasen છે. 
 
ઈસ્ટાગ્રામ પર સુષ્મિતા સાથે પ્રોફાઈલ ફોટો લગાવી 
લલિત મોદીએ પણ ઈન્સ્ટાગ્રામ પર પોતાનુ પ્રોફાઈલ પિક્ચર બદલ્યુ છે. આ ફોટામાં તેમની સાથે સુષ્મિતા સેન છે. પૃષ્ઠભૂમિમાં સમુદ્ર દૃશ્યમાન છે. ઇન્સ્ટાગ્રામ બાયોમાં લલિત મોદીએ લખ્યું- આખરે નવું જીવન શરૂ કરી રહ્યો છું, પાર્ટનર ઈન ક્રાઈમ,  માય લવ સુષ્મિતા સેન સાથે .  આ સાથે મોદીએ સુષ્મિતાના ઈન્સ્ટા એકાઉન્ટને પણ ટેગ કર્યું.
 
લલિત મોદીનુ એ ટ્વીટ જેનાથી તેમના લગ્નની ચર્ચા શરૂ થઈ હતી 
 
બીજા ટ્વીટમાં ચોખવટ કરી 
 
તાજેતરમાં જ સુષ્મિતા લગ્ન વિશે કમેટ કરીને ચર્ચામાં આવી હતી 
 
સુષ્મિતા ઘણા લોકો સાથે રિલેશનશિપમાં રહી છે, પરંતુ લગ્ન ન કર્યા. લગ્ન ન કરવા પર તેણે કહ્યું કે હું 3 વખત લગ્ન કરવાની ખૂબ નજીક હતી, પરંતુ ભગવાને મને બચાવી લીધો. સુષ્મિતા 47 વર્ષની છે.
 
 
સુષ્મિતાએ રોહમનને અઢી વર્ષ સુધી ડેટ કર્યુ 
સુષ્મિતા સેન અને રોહમન શૉલનું ડિસેમ્બર 2021માં બ્રેકઅપ થયું હતું. બંને અઢી વર્ષથી લિવ-ઈનમાં રહેતા હતા. રોહમન સુષ્મિતા કરતા 15 વર્ષ નાનો છે. સુષ્મિતા જહાં 47 વર્ષની છે. તે જ સમયે, રોહમન 32 વર્ષનો છે
 
સુષ્મિતાના રોહમન ઉપરાંત આ લોકો સાથે પણ હતા અફેયર 
 
વિક્રમ ભટ્ટઃ મિસ યુનિવર્સ બન્યા બાદ સુષ્મિતાનું નામ સૌથી પહેલા ફિલ્મમેકર વિક્રમ ભટ્ટ સાથે જોડાયું હતું. સુષ્મિતા અને વિક્રમ ફિલ્મ દસ્તક (1996)ના શૂટિંગ દરમિયાન નજીક આવ્યા હતા. થોડા સમયના સંબંધો પછી બંનેનું બ્રેકઅપ થઈ ગયું.
 
રણદીપ હુડ્ડાઃ રણદીપ હુડ્ડા પણ એક સમયે સુષ્મિતા સાથેના અફેરને કારણે  ચર્ચામાં હતા. બંને ફિલ્મ કર્મા, કન્ફેશન અને હોલીમાં સાથે કામ કરતી વખતે નિકટ આવ્યા હતા.
 
વસીમ અકરમઃ 2013 દરમિયાન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર વસીમ અકરમ સાથે સુષ્મિતાના અફેરના સમાચાર પણ ચર્ચામાં રહ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે, પરંતુ સુષ્મિતાએ આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.
 
રિતિક ભસીનઃ 2015ની આસપાસ, સુષ્મિતા મુંબઈમાં રેસ્ટોરન્ટના માલિક રિતિક ભસીન સાથેના અફેરને કારણે ચર્ચામાં હતી. બંને ઘણી વખત જાહેર આઉટિંગમાં સાથે જોવા મળ્યા હતા.