સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 14 જુલાઈ 2022 (10:06 IST)

ગુજરાતમાં 4.48 કરોડને બુસ્ટર ડોઝ લેવાનો બાકી, 18 વર્ષથી ઉપરના તમામ લોકોને 15મીથી ફ્રીમાં ડોઝ મળશે

દેશમાં 18 વર્ષથી ઉપરના તમામ લોકોને આગામી 15મી જુલાઇથી કોરોનાના બુસ્ટર ડોઝ ફ્રીમાં મળશે. સરકારે આ બાબતે લીલીઝંડી આપી દીધી છે. તમામ સરકારી હોસ્પિટલમાં 15 જુલાઈથી પ્રિકૉશન ડોઝ મળશે. જો કે ફ્રી ડોઝ આગામી 75 દિવસ માટે જ ઉપલબ્ધ હશે.હાલ દેશમાં કોરોના વેક્સિનનો પહેલો અને બીજો ડોઝ મફત મળે છે, જ્યારે બુસ્ટર ડોઝ માટે ચુકવણી કરવી પડતી હતી.

હવે પ્રિકોશન ડોઝ પણ મફતમાં આપવામાં આવશે. ગુજરાતમાં અત્યાર સુધી 18 વર્ષથી ઉપરના 4.91 કરોડ લોકો બીજો ડોઝ લઇ ચુક્યા છે. આ તમામ લોકો પ્રિકોશન ડોઝ લઇ શકે છે જેમાંથી અત્યાર સુધી 43.37 લાખ લોકો પ્રિકોશન ડોઝ લઇ ચુક્યા છે. એટલે કે હજૂ 4.48 કરોડ લોકોને પ્રિકોશન ડોઝ લેવાનો બાકી છે. જ્યારે ફ્રીમાં પ્રિકોશન ડોઝ 75 દિવસ સુધી જ મળશે.રાજ્યમાં બુધવારે કોરોનાના નવા 742 કેસ નોંધાયા હતા. જેની સામે 673 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને હવે 4225 થઇ ગઇ છે. જેમાંથી 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અમદાવાદ શહેરમાં સૌથી વધારે 254 નવા કેસ નોંધાયા હતા. સુરતમાં નવા 75 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં રીકવરી રેટ 98.78 ટકા છે.