દેહરાદૂન શતાબ્દી ટ્રેનના કોચમાં લાગી ભીષણ આગ, બધા મુસાફરો સુરક્ષિત
દેહરાદૂન જન શતાબ્દી ટ્રેનના એક ડબ્બામાં ભયાનક આગ લાગી ગઈ. આગ લાગતા જ ટ્રેનને રોકી દેવામાં આવી અને તરત બોગીને ટ્રેનથી અલગ કરી દેવામાં આવી. આ ઘટનામાં કોઈના ઘાયલ થવાની સૂચના હજુ સુધી નથી. આગની જાણ થતાં જ રેલવે ડિવિઝન હેડક્વાર્ટરમાં ખળભળાટ મચી ગયો હતો. એડીઆરએમ એન.એન.સિંહ સહિત અન્ય રેલ્વે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મુરાદાબાદથી ડીઆરએમ પણ જશે.
આગ કેવી રીતે લાગી તે હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. જ્યારે કોચમાં આગ લાગી ત્યારે 35 મુસાફરો હતા. જેમને તરત જ આગલા કોચમાં ખસેડવામાં આવ્યા હતા. ડીસીએમનું કહેવું છે કે તમામ મુસાફરો સલામત છે. બધા દહેરાદૂન પહોંચ્યા છે.