શનિવાર, 27 ડિસેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (13:09 IST)

Terrorist Attack in Srinagar- શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં સ્કુલની અંદર ઘુસીને આંતકી હુમલા

Terrorist Attack in Srinagar
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરના સફાકદલ વિસ્તારમાં સરકારી બોયઝ હાયર સેકન્ડરી સ્કુલની અંદર ઘુસીને આતંકીઓએ બે શિક્ષકોની ગોળી મારીને હત્યા કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમની ઓળખ સ્કુલના પ્રિન્સિપાલ સુખવિંદર કૌર અને શિક્ષક દીપક ચંદ તરીકે થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના ઈદગાહ વિસ્તારમાં સ્કુલની અંદર ઘુસીને આંતકીઓએ શિક્ષક પર સતત ફાયરિંગ કરી.
 
શ્રીનગરમાં સ્કૂલ પર આતંકી હુમલો, બે શિક્ષકોની ગોળી મારીને હત્યાTerrorist Attack in Srinagar:   આતંકવાદીઓએ આજે ​​જમ્મુ -કાશ્મીરના શ્રીનગરના ઇદગાહ વિસ્તારમાં એક શાળા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન આતંકીઓએ બે શિક્ષકોને ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યા હતા. એક મહિલા આચાર્યનું નામ સતીન્દર કૌર છે અને બીજા શિક્ષકનું નામ દીપક ચંદ છે.આતંકવાદીઓએ શિક્ષકોને માથામાં ગોળી મારી હતી - સૂત્રોઆ એક સુનિયોજિત હત્યા હોવાનું કહેવામાં આવી રહ્યું  છે. જે સ્થળે આતંકવાદીઓએ હુમલો કર્યો તે ઉચ્ચ માધ્યમિક શાળા છે. આ બંને શિક્ષકો અહીં હતા. સૂત્રોએ જણાવ્યું છે કે આતંકીઓએ બંને શિક્ષકોને માથામાં ગોળી મારી હતી. શાળા પર હુમલો કરનારા આતંકવાદીઓની સંખ્યા 2 થી 3 હતી.હત્યા બાદ આતંકવાદીઓ ભાગી ગયા