શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 26 જૂન 2022 (17:19 IST)

32 વર્ષના યુવાને કર્યા 12 લગ્ન, લગ્ન બાદ યુવતીઓ સાથે દેહવ્યાપાર

marriage
બિહારના પૂર્ણિયા જિલ્લામાં પોલીસે 32 વર્ષની ઉંમરમાં 12 છોકરીઓ સાથે લગ્ન કરનાર એક દુષ્કર્મની ધરપકડ કરી છે. પકડાયેલ યુવક કિશનગંજનો રહેવાસી છે. સગીર છોકરીઓ સાથે લગ્ન કર્યા બાદ તે તેમને દેહવ્યાપારમાં ધકેલી દેતો હતો. આરોપી ઘણા સમયથી ફરાર હતો. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
 
કિશનગંજ વિસ્તારના ગામમાં રહેતા એક યુવકે અત્યાર સુધીમાં 12 લગ્ન કર્યા છે. સગીર વયની છોકરીઓ સાથે લગ્ન કરવા અને લગ્ન બાદ યુવતીઓ સાથે દેહવ્યાપાર કરાવવા બદલ ઉનગઢ પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો.