ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 માર્ચ 2022 (14:09 IST)

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલો CCTV અને સિક્યોરિટી બેરિયર તોડ્યા

દેશની રાજશાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  (Arvind Kejriwal) ના ઘરે તોફાની તત્વોએ હુમલો કરી નાખ્યો. આ દાવો દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા  (Manish Sisodia) એ કર્યો છે.

મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને આ બાબતની જાણકારી આપી છે મનીષ સિસોદિયા એ ટ્વીટ કરીને લખ્યુ છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના ઘર પર અસમાજિક તત્વોએ હુમલો કરી CCTV કેમરા અને સિક્યોરિટી બેરિયર તોડી નાખ્યા છે. ગેટ પર લાગેલા બૂમ બેરિયર પણ તોડી નાખ્યા છે.