ઈન્ફલ્યુએન્ઝાથી ગુજરાતમાં પ્રથમ મોત- દેશમાં H3N2 ઈન્ફલ્યુએન્ઝા વાયરસના કારણે પ્રથમ બે મૃત્યુ, સરકારી સૂત્રોએ ભયાનક માહિતી આપી
ઈન્ફલ્યુએન્ઝા વાયરસ H3N2 હવે લોકોને મારી રહ્યો છે. હરિયાણા અને કર્ણાટકમાં આ વાયરસથી એક-એક વ્યક્તિના મોતના સમાચાર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી મીડિયા રિપોર્ટ્સમાં આ માહિતી આપવામાં આવી છે. બીજી તરફ, ઈન્ડિયા ટુડે/આજ તક અનુસાર, મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં H3N2 વાયરસને કારણે 6 લોકોના મોત થયા છે. આ લોકોની ઉંમર અને સ્વાસ્થ્ય સંબંધિત માહિતી હાલમાં ઉપલબ્ધ નથી.
દેશમાં H3N2ના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં મોતને ભેટનાર મહિલાના મોતને લઈને H3N2ની આશંકા સેવવામાં આવી રહી છે. હાલ તો સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ બાદ જાણ થશે.