સોમવાર, 4 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated :ગાજિયાબાદ. , ગુરુવાર, 9 માર્ચ 2023 (14:38 IST)

ધુળેટી રમીને બાથરૂમમાં ન્હાવા ગયા પતિ-પત્ની, 1 કલાક સુધી બહાર ન નીકળ્યા, બંનેના મોત

ગાજિયાબાદમાં ફેક્ટરી માલિક અને તેમની પત્નીનુ બાથરૂમમાં મોત થઈ ગયુ. બુધવારે હોળી/ધુળેટી રમ્યા પછી બંને ન્હાવા માટે બાથરૂમમાં ગયા હતા. બંનેની બોડી બાથરૂમમાં મળી. પોલીસનુ માનવુ છે કે ગેસ ગીજરથી દમ ઘૂટવાને કારણે બંનેનુ મોત થયુ. કારણ કે બાથરૂમમાં વેંટિલેશન નહોતુ. બાથરૂમની અંદરથી સિલેંડર અને ગીજર મળ્યા છે. પોલીસે બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે. 
 
બાથરૂમમાંથી બહાર ન નીકળતા કાંચ તોડીને દરવાજાની સ્ટોપર ખોલી 
 
 પોલીસના મુજબ 40 વર્ષીય દીપક ગોયલ અને પત્ની શિલ્પી (36 વર્ષ) પોતાના બે બાળકો સાથે કસ્બા મુરાદનગરની અગ્રસેન કોલોની ફેઝ વનમાં રહેતા હતા. ગુરૂવારે હોળી રમ્યા બાદ સાંજે લગભગ 4 વાગે તેઓ બાથરૂમમા ન્હાવા ગયા. તેઓ જ્યારે એક કલાક સુધી બહાર ન નીકળ્યા અને અંદરથી કોઈ અવાજ ન આવ્યો તો બાળકોએ પડોસમાં બતાવ્યુ. પડોશીઓએ આવીને વેંટિલેશનના કાંચ તોડીને બારી ખોલી, તો પતિ-પત્ની જમીન પર બેહોશ મળ્યા. તેમણે તરત યશોદા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા. 
 
પોલીસે શુ કહ્યુ ?
 
હોસ્પિટલથી મુરાદાનગર પોલીસ સ્ટેશનને આ કેસની સૂચના આપવામાં આવી. ત્યારબાદ પોલીસે ઘટનાસ્થળ પર પહોચીને તપાસ કરી. પોલીસ અધિકારી જણાવ્યુ કે તેઓ તપાસ માટે બાથરૂમની અંદર પહોચ્યા તો દમ ધૂટાય રહ્યા જેવુ અનુભવ્યુ.  સિલેંડર અને ગેસ ગીજર અંદર જ મુક્યા હતા. પ્રોપર વેંટિલેશનની કોઈ વ્યવસ્થા નહોતી. વેંટિલેશન  માટે દરવાજા પર કાંચ લગાવ્યા હતા તે પણ  બંધ હતા. આવી સ્થિતિમા એવી શક્યતા છે કે બંનેનુ મોત દમ ઘૂટાય જ વાથી થયુ છે. 
 
ઉલ્લેખનીય છે કે દીપક ગોયલે થોડા મહિના પહેલા જ પેંટના કેમિકલની ફેક્ટરી ગાજિયાબાદમાં ખોલી હતી અને પત્ની શિલ્પી હાઉસ વાઈફ હતી. પરિવારમાં બે બાળકો છે જેમા પુત્રીની વય 14 વર્ષ અને પુત્રની વય 12 વર્ષ છે.