શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નાગપુર. , સોમવાર, 6 માર્ચ 2023 (17:03 IST)

સગીરે યુટ્યુબ જોઈને ઘરમાં જ કરી ડિલીવરી, પછી નવજાતનુ ગળુ દબાવીને લીધો જીવ

new born
મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં કથિત જાતીય શોષણનો ભોગ બનેલી 15 વર્ષની છોકરીએ યુટ્યુબ વીડિયો જોયા બાદ પહેલા પોતાના ઘરે બાળકીને જન્મ આપ્યો અને પછી નવજાતની હત્યા કરી નાખી. પોલીસ અધિકારીએ કહ્યું કે તેનો પરિચય તે વ્યક્તિ સાથે થયો હતો જેણે સોશિયલ મીડિયા દ્વારા યુવતીનું યૌન શોષણ કર્યું હતું.
 
અધિકારીએ જણાવ્યુ કે તેને પોતાની માતાને એવુ કહીને પેટ સંતાવ્યુ કે તેને કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ  (health problems) છે.  અંબાઝરી નિવાસી છોકરીએ મામલાને સૌની નજરોથી બચાવવા માટે ઘરે જ ડિલીવરી કરવાનો આઈડિયા આવ્યો અને તેને યુટ્યુબ જોવાનુ શરૂ કર્યુ.  અધિકારીએ જણાવ્યુ કે તેણે બે માર્ચના રોજ પોતાના જ ઘરમાં એક બાળકીને જન્મ આપ્યો અને તરત જ તેનુ ગળુ દબાવીને તેની હત્યા કરી નાખી. તેણે મૃતદેઘ પોતાના ઘરમા એક બોક્સમાં સંતાડી દીધો. 
 
જ્યારે તેની માતા ઘરે પરત ફરી તો તેણે છોકરીને તેના સ્વાસ્થ્ય વિશે પુછ્યુ. ત્યારે તેણે બધી વાત પોતાની માતાને બતાવી દીધી.  ત્યારબાદ માતા તેને હોસ્પિટલ લઈ ગઈ. નવજાત બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોલીસે અનેક ધારાઓ હેઠળ મામલો નોંધી લીધો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ હત્યાનો આરોપ લગાવવામાં આવશે.