શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2023 (13:08 IST)

Share Market Today: Holi પહેલા શેર બજારમાં તેજી, રોકેટ બની ગયા આ શેર, જાણો કેટલા વઘ્યા Sensex અને Nifty ?

Share Market Today: વિશ્વ બજારમાંથી મળી રહેલા સકારાત્મક સંકેતો વચ્ચે ઘરેલુ શેર બજારમાં અઠવાડિયાના પહેલા દિવસે  ગ્રીન નિશાન પર વેપાર શરૂ થયો છે. સેંસેક્સ 198.07 અંકોની તેજી સાથે 60,007.04 ના સ્તર પર ખુલ્યો. શરૂઆતી વેપારમાં આ 385.3 અંકના સ્તર સુધી ઉછળતો જોવા મળી રહ્યો છે. 
 
હોળીની રજાઓ પહેલા સોમવારે શેર બજારમાં તેજીનુ વલણ જોવા મળ્યુ. અડાની સમૂહની કંપનીઓના શેર ભાવમાં તેજી અને 7 કંપનીઓમા અપર સર્કિટની અસર બીએસઈ સેંસેક્સ અને એનએસઈ નિફ્ટી બંને પર જોવા મળી. 
 
શરૂઆતી વેપારમાં સેંસેક્સ 500 અંકથી વધુ ચઢ્યો અને એકવાર ફરી 60,000 ના સ્તરને પાર કરી ગયો. બીજી બાજુ નિફ્ટી પણ લગભગ 150 અંકોની તેજી સાથે ખુલ્યો. સવારે વેપારમાં સેંસેક્સની શરૂઆત 514.97 અંકોના વધારા સાથે  60,323.94 અંકો પર થઈ. બીજી બાજુ નિફ્ટી 149.95 અંકોના વધારા સાથે 17,744.30 અંક પર ખુલ્યો.  
 
સેંસેક્સ અને અડાની એંટરપ્રાઈઝમાં સામેલ એચસીએલ ટેકનોલીજના શેયર નિફ્ટીપર સૌથી વધુ વધારામાં રહ્યા.