સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 માર્ચ 2023 (12:17 IST)

અડાણી ગ્રુપના બધા 10 શેયરમાં તેજી - એંટરપ્રાઈજેસના શેયર 10% વધ્યા, સેંસેક્સ 700 અંક વધીને 59,600ને પાર પહોચ્યો

sensex
શેયર બજારમાં આજે એટલે કે શુક્રવારે 3 માર્ચના રોજ ખરીદી પર નજર રાખવામાં આવી રહી છે. સેંસેક્સ 700 અંકોથી વધુ મજબૂત થયો છે. આ  59,600 ની ઉપર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી પણ 200થી વધુ અંક ચઢીને 17550ને પાર નીકળી ગયો છે.  સેંસેક્સના 30 શેરમાંથી 28માં તેજી છે. SBI, NTPC, પાવર ગ્રિપ ટૉપ ગ્રેનર્સમાં સામેલ છે. એશિયન પેંટ અને અલ્ટ્રાટેક સીમેંટમાં ઘટાડો થયો છે. 
 
અડાણી ગ્રુપના બધા 10 શેયરોમાં ખરીદી 
 
અડાણી ગ્રુપ શેરોમાં આજે સતત ચોથા દિવસે રેલી જોવા મળી રહી છે. બધા 10 શેયર વધીને વેપાર કરી રહ્યા છે. ફલૈગશિપ કંપની એંટરપ્રાઈજેસના શેયર 10%થી વધુ વધ્યા છે. અડાણી પોર્ટ્સમાં પણ 6%થી વધુની તેજી છે. પાવર, ટ્રાંસમિશન, ગ્રીન એનર્જી, ટોટલ ગેસ અને વિલ્મર પણ 5% ની મજબૂતી સાથે વેપાર કરી રહ્યા છે. ગ્રુપના સીમેટ સ્ટૉક ACC માં 2.5% અને અંબુજામાં 3.5% થી વધુની તેજી છે. મીડિયા સ્ટૉક NDTV પણ 5% વધ્યો છે. 
 
દિવગી ટૉર્કટ્રાસફરનો IPO 38% સબ્સક્રાઈબ 
 
વ્હીકલ પાર્ટસ બનાવનારી કંપની દિવગી ટૉર્કટ્રાંસફર સિસ્ટમ્સના આઈપીઓને બોલીના બીજા દિવસે ગુરૂવારે 38% સબ્સસ્ક્રિપ્શન મળ્યુ.  આઈપીઓ હેઠળ કરવામાં આવેલી 38,41,800 શેયરોના ઓફર પર 14,49,000 શેયરો માટે વેચવાલી મળી. 
 
FII અને DII બંને નેટ બાયર્સ 
 
ગુરુવારના વેપારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ચોખ્ખા ખરીદદાર રહ્યા હતા. NSE પર ઉપલબ્ધ કામચલાઉ ડેટા અનુસાર, 2 માર્ચે, FIIsએ બજારમાં રૂ. 12,770.81 કરોડની ખરીદી કરી હતી. આ સમયગાળા દરમિયાન ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) પણ ચોખ્ખા ખરીદદારો હતા. તેણે રૂ. 2,128.80 કરોડના શેર ખરીદ્યા.
 
ગુરુવારે સેન્સેક્સ 501 પોઈન્ટ ઘટીને બંધ થયો 
ગુરુવારે (2 માર્ચ) શેરબજારમાં વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ 501 પોઈન્ટ ઘટીને 58,909 પર બંધ રહ્યો હતો. નિફ્ટીમાં પણ નબળાઈ જોવા મળી હતી. તે 130 પોઈન્ટ ઘટીને 17,320ની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો થયો હતો અને માત્ર 5 જ આગળ વધ્યા હતા.