સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Updated : બુધવાર, 1 માર્ચ 2023 (18:35 IST)

Twitter ફરી પડ્યુ બંધ, ટાઈમલાઈન પર નથી દેખાય રહ્યા નવા ટ્વિટ, યુઝર્સ કંઈક આ રીતે ઉડાવી રહ્યા છે મજાક

twitter
ટ્વિટર આજે ફરી ડાઉન છે. છેલ્લા કેટલાક કલાકોથી યુઝર્સની ટાઈમલાઈન અપડેટ થઈ રહી નથી. ટ્વીટર પર નવી ટ્વીટ ન મળવા અંગે ભારત સહિત વિશ્વભરના યુઝર્સ દ્વારા ફરિયાદો કરવામાં આવી રહી છે. જોકે યુઝર્સને તેમનું ટ્વિટર એકાઉન્ટ ખોલવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો નથી. છેલ્લા ત્રણથી ચાર મહિનામાં ટ્વિટરની સેવાઓ ઘણી વખત ખોરવાઈ ગઈ છે.
 
માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટર પરની આ ખામી માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાના અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે. ટ્વિટર પર પણ #TwitterDown ટ્રેન્ડ કરી રહ્યું છે. ટ્વિટરના સીઈઓ એલોન મસ્કએ તાજેતરમાં કહ્યું હતું કે તેઓ અને તેમની ટીમ હાલમાં ટ્વિટર પરની તમામ સમસ્યાઓને ઠીક કરવા માટે કામ કરી રહી છે, પરંતુ એવું લાગતું નથી.
 
શુ છે ગડબડી 
ટ્વિટરની નવીનતમ મુશ્કેલી ફીડ સાથે છે. નવી ફીડ યુઝર્સની ટાઈમલાઈન પર આવી રહી નથી. ઘણા યુઝર્સની ટાઈમલાઈન પર 5 થી 6 કલાક જૂનું ફીડ આવી રહ્યું છે. સોશિયલ મીડિયા આઉટેજ ટ્રેકિંગ વેબસાઈટ ડાઉન ડિટેક્ટર પર પણ સેંકડો ફરિયાદો નોંધાઈ છે. યુઝર્સે ડાઉન ડિટેક્ટર પર જાણ કરી છે કે ફીડની સમસ્યા મોબાઈલ એપ અને ડેસ્કટોપ બંને પર થઈ રહી છે.
 
ટ્વીટ કરવામાં કોઈ સમસ્યા નથી
યુઝર્સ કહી રહ્યા છે કે તેઓ ટ્વિટર પર મિત્રો કે કોન્ટેક્ટના ટ્વીટ નથી જોઈ રહ્યા. જોકે યુઝર્સ પોતે જ ટ્વિટ કરી શકે છે. પરંતુ તે દેખાતું નથી. ટ્વિટર પર યુઝર્સને ટ્રેન્ડિંગ હેશટેગ્સ પણ દેખાતા હતા. સૌથી વધુ ટ્રેન્ડિંગ હેશટેગ્સમાંનું એક #TwitterDown છે. જે અંતર્ગત હજારો ટ્વિટ કરવામાં આવી હતી.

લોકો કંઈક આ રીતે બનાવી રહ્યા છે મજાક 

लोग कुछ यूँ ले रहे हैं मज़े