ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 21 ડિસેમ્બર 2022 (10:20 IST)

એલન મસ્ક ટ્વિટરના સીઈઓ પદ પરથી રાજીનામું આપશે

elon musk
ટ્વિટરના નવા સીઈઓ એલન મસ્કે કહ્યું કે તેઓ ટ્વિટરના CEO પદ પરથી રાજીનામું આપી દેશે.
 
તેમણે ટ્વીટ કર્યું કે જ્યારે તેમને આ "નોકરી માટે લાયક મૂર્ખ" મળી જશે ત્યારે તેઓ ટ્વિટરના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર તરીકે રાજીનામું આપી દેશે.
 
અબજોપતિએ અગાઉ ટ્વિટર પર પોલ દ્વારા જાણવા માગ્યું હતું કે તેમણે ટ્વિટરનું સીઈઓનું પદ છોડી દેવું જોઈએ કે નહીં.
 
તેમણે એમ પણ લખ્યું હતું કે જે પણ પરિણામ આવશે તેનું પાલન કરશે.
 
આ પોલ પર 57.5% વપરાશકર્તાઓએ તેમને આ ભૂમિકા છોડવા માટે "હા" કહ્યું હતું.
 
તેમનું કહેવું છે કે તેઓ સોફ્ટવેર અને સર્વર્સ ટીમો ચલાવશે.
 
એલન મસ્કે ટ્વિટર ટેકઓવર કર્યા પછી પ્લૅટફૉર્મ પરના ફેરફારોની ખૂબ ટીકા કરવામાં આવી છે.
 
એલન મસ્ક ટેસ્લા અને સ્પેસ એક્સ પણ ચલાવે છે.