સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2023 (12:44 IST)

આગામી હોળી-ધુળેટીના તહેવાર અંગે જાહેરનામું બહાર પડાયું

holi notice
આગામી તા.૦૭/૦૩/૨૦૨૨ના રોજ હોળી તથા તા.૦૮/૦૩/૨૦૨૨ના રોજ ધુળેટીનો તહેવાર ઊજવવામાં આવનાર છે, જેના અનુસંધાનમાં પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આથી હું સંજય શ્રીવાસ્તવ, પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા.૦૮/૧૧/૧૯૮૨ના નોટિફિકેશન નં.જીજી/૪૨૨૪ સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના તા.૦૭/૦૧/૧૯૮૯ના સંકલિત જાહેરનામા નં.જીજી/ ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ અન્વયે મને મળેલ સત્તાની રૂએ ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને-૧૯૭૩ (૧૯૭૪ના નં.૨)ની કલમ-૧૪૪ મુજબ તા.૦૩/૦૩/૨૦૨૩ના કલાક ૦૦/૦૦ વાગ્યાથી તા. ૧૦/૦૩/૨૦૨૩ના કલાક ૨૪/૦૦ વાગ્યા સુધી જાહેરનામું પ્રસિદ્ધ કરી નીચે મુજબ હુકમ કરું છું. 
 
કોઈ પણ વ્યકિતએ જાહેર જગ્યાએ આવતા-જતા રાહદારીઓ ઉપર અથવા મકાનો અથવા મિલકતો /વાહનો ઉપર અથવા વાહનોમાં જતા-આવતા શખ્સો ઉપર કાદવ, કીચડ, રંગ અથવા રંગ મિશ્રિત કરેલા પાણી અથવા તૈલી તથા આવી બીજી કોઈ પણ વસ્તુઓ નાખવી કે નખાવવી નહિ અથવા ઘેરૈયાઓએ લોકો પાસેથી ગોઠ માંગવી નહીં અથવા બીજા કોઈ ઈરાદાથી જાહેર રસ્તા ઉપર જતા આવતા રાહદારીઓ અથવા વાહનો રોકવા નહીં. 
 
આ હુકમ/જાહેરનામાનો ભંગ ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ના અધિનિયમ-૪૫ની કલમ – ૧૮૮ મુજબ શિક્ષા થશે. આ હુકમ અન્વયે અમદાવાદ કમિશનરેટમાં ફરજ બજાવતાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈ પણ પોલીસ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો સામે આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.