ગુરુવાર, 20 નવેમ્બર 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 12 ડિસેમ્બર 2024 (12:52 IST)

Emami Fair and Handsome Cream લગાવ્યા પછી પણ ગોરો ન થયો યુવક, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખ રૂપિયાનો દંડ

Emami Fair and Handsome Cream
Emami Fair and Handsome Cream: દિલ્હીના એક કંજ્યુમર કોર્ટે અયોગ્ય વેપાર ચલણ માટે ઈમામી લિમિટેડ પર 15 લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે. વર્ષ 2013 ના એક મામલામાં મધ્ય દિલ્હી જીલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચ એક વ્યક્તિની ફરિયાદ પર કંપની વિરુદ્ધ આ નિર્ણય સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે એક યુવકે વર્ષ 2013ના એક મામલે મઘ્ય દિલ્હી જીલ્લા ગ્રાહક વિવાદ નિવારણ પંચ એક વ્યક્તિની ફરિયાદ પર કંપની વિરુદ્ધ આ નિર્ણય સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે યુવકે વર્ષ 2013માં ગોરા થવા માટે 79 રૂપિયાની ઈમામીની ફેયર એંડ હેંડસમ ક્રીમ ખરીદી હતી.  પણ ક્રીમ લગાવ્યા છતા યુવક ગોરો થયો નહી. યુવકે પોતાની ફરિયાદમાં કહ્યુ કે તેની સ્કિન પર ક્રીમની કોઈ અસર થઈ નથી. મામલાની સુનાવણીમાં કોર્ટે જોયુ કે કંપનીએ પોતાના પ્રોડક્ટને વેચવા માટે ભ્રામક અને ગેરમાર્ગે દોરનારી જાહેરાત આપી હતી. 
 
યુવકે બધા આદેશોનુ પાલન કરતા વાપરી હતી ક્રીમ 
 યુવકે કંપની પર આરોપ લગાવ્યો કે તેમણે પ્રોકક્ટ પૈકેજિંગ અને લેવલ પર આપવામાં આવેલા બધા નિર્દેશોનુ પાલન કરતા ક્રીમનો ઉપયોગ કર્યો હતો.  પણ છતા તેની ત્વચા ગોરી થઈ નહી જ્યારે કે કંપનીએ પોતાના પ્રોડક્ટના માધ્યમથી ગોરા થવાનો દાવો કર્યો હતો.  યુવકની ફરિયાદ પર કંપની બચવા માટે અનેક પ્રકારના તર્ક આપ્યા પણ કોર્ટે કંપનીના કોઈપણ તર્કને માનવાનો ઈંકાર કર્યો.  કારણ કે કંપની જે તર્ક આપી રહી હતી તેની સાથે જોડાયેલ કોઈપણ વાતો પ્રોડક્ટની પૈકેજિંગ અને લેબલ પર લખવામાં આવી નહોતી.