1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. રાષ્ટ્રીય સમાચાર
  4. Thief gets stuck in exhaust fan hole

ચોરી કરવા ગયો હતો પણ એક્ઝોસ્ટ ફેનના હોલમાં જ ફસાય ગયો ચોર, Video થઈ રહ્યો છે વાયરલ

Thief gets stuck in exhaust fan hole
તમે અત્યાર સુધી ચોરો ની અનેક ન્યુઝ વાંચી હશે અને તેમાથી કેટલીક ન્યુઝ અતરંગી હોય છે કે માણસ હેરાન પણ થાય છે અને ચોર પર હસવુ પણ આવે છે. આવા જ એક સમાચાર તમે એ પણ વાંચ્યા હશે કે ચોર જે ઘરમાં ચોરી કરવા ગયો હતો તે જ ઘરમાં એસી ચાલુ કરીને સૂઈ ગયો.  એક સમાચાર એ પણ આવ્યા હતા કે ચોર ચોરી કર્યા પછી ઘરના નરમ ગાદલા પર સૂઈ ગયો. હવે વધુ એક મજેદાર સમાચાર સામે આવ્યા છે જે જાણ્યા બાદ તમે ચોરની કિસ્મત પર હસશો. આવો તમને બતાવી કે આ વીડિયોમાં શુ દેખાય રહ્યુ છે. 

 
ચોર એક્ઝોસ્ટ ફેનના હોલમાં ફસાઈ ગયો
કલ્પના કરો કે જો કોઈ ચોર ક્યાંક ચોરી કરવા જાય, પણ જે હોલ દ્વારા તે પ્રવેશ્યો હતો અથવા પ્રવેશવા જતો હતો તે જ હોલમાં ફસાઈ જાય તો શું થશે. વાયરલ વીડિયોમાં દિવાલમાં ઊંચા હોલમાં એક માણસ ફસાયેલો દેખાય છે. ફસાયેલો વ્યક્તિ ચોર છે, અને તે એક્ઝોસ્ટ ફેનના હોલમાં ફસાઈ ગયો. તે ચોરી કરવાનો અથવા ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હશે ત્યારે તે હોલમાં ફસાઈ ગયો હશે. આ દરમિયાન, ઘરના લોકો આવ્યા અને તેને પકડી લેવામાં આવ્યો. આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને તે કોટાના એક ઘરનો હોવાનું કહેવાય છે.
 
વાયરલ વીડિયો અહીં જુઓ
તમે હમણાં જ જે વીડિયો જોયો તે X-પ્લેટફોર્મ પ્લેટફોર્મ પર @Rajsthanikaka નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો હતો, અને કેપ્શનમાં લખ્યું છે, "છેદીલાલ ચોર કોટામાં પકડાયો, એક્ઝોસ્ટ  ફેનના હોલમાં ફસાઈ ગયો, જ્યારે મકાનમાલિક આવ્યો." આ જ વીડિયો ઘણા અન્ય એકાઉન્ટ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે, અને તેમના એકાઉન્ટ્સ અનુસાર, પરિવારના સભ્યો ખાટુ શ્યામ પાસે ગયા હતા અને ચોર પાછળથી ઘરમાં ઘૂસી ગયો. તે ત્યાં ફસાઈ ગયો, અને જ્યારે પરિવારના સભ્યો પાછા ફર્યા, ત્યારે તેઓએ ચોરને આ રીતે જોયો.
આગળનો લેખ
જેએનયૂમાં અડધી રાત્રે મોદી-શાહ વિરુદ્ધ કબર ખુદેગી જેવા ભડકાઉ નારા