શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: પટના: , ગુરુવાર, 9 નવેમ્બર 2023 (15:43 IST)

'મારી મૂર્ખતાના કારણે આ સીએમ બન્યા, શું તેમને કોઈ નોલેજ છે ? જીતનરામ માંઝી પર ભડક્યા નીતીશ કુમાર

મુખ્યમંત્રી નીતિશ કુમાર ફરી એકવાર સદનમાં પોતાનો સયમ ગુમાવી બેસ્યા અને પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝી પર ગુસ્સે થઈ ગયા. આરક્ષણ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન જ્યારે જીતન રામ માંઝી પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા ત્યારે નીતીશ ગુસ્સામાં આવી ગયા અને આ વાત કહી. ઉલ્લેખનીય છે કે જીતનરામ માંઝીએ કહ્યું કે અમે આ ગણતરીમાં માનતા નથી, તે યોગ્ય રીતે કરવામાં આવી નથી. કહેવામાં આવ્યું હતું કે 10 વર્ષમાં તેની સમીક્ષા કરવામાં આવશે, શું બિહાર સરકારે ક્યારેય તેની સમીક્ષા કરી છે? અત્યાર સુધીમાં 16 ટકા આરક્ષણ હોવું જોઈતું હતું પરંતુ અત્યાર સુધી તે માત્ર 3 ટકા છે. માંઝીએ કહ્યું કે આરક્ષણ વધારવું ઠીક છે, પરંતુ જમીન પર શું છે.

રાજ્યપાલ બનવા માંગે છે'
આ પછી નીતીશ કુમાર ગુસ્સે થઈ ગયા અને પછી કહ્યું- 'મારી મૂર્ખતાને કારણે તેઓ સીએમ બન્યા... શું તેમને કોઈ જાણકારી છે'. નીતીશે પછી ગુસ્સાથી જીતનરામ માંઝી તરફ જોયું અને કહ્યું - તે રાજ્યપાલ બનવા માંગે છે, પહેલા પણ તે તમારી પાછળ ફરતા હતા, આ દરમિયાન  મંત્રી સંજય ઝા અને વિજય ચૌધરી નીતિશ કુમારને રોકવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા, પરંતુ નીતિશનો ગુસ્સો ઓછો થઈ રહયો નહોતો  અને તેઓ બોલી રહ્યા હતા. આ લોકો સાથે રહો અને એક્સપોઝ થઈ જાવ.