ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 3 નવેમ્બર 2024 (14:31 IST)

સીએમ યોગીને જાનથી મારી નાખવાની ધમકી, કેસમાં ધરપકડ કરાયેલ મહિલા આરોપી

Yogi adityanath
Threat to kill CM Yogi-  ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધમકીભર્યો મેસેજ મોકલવા બદલ મુંબઈ પોલીસે એક મહિલા આરોપીની ધરપકડ કરી છે. આ મહિલા આરોપીએ સીએમ યોગીને મારી નાખવાની ધમકી આપી હતી.

તેણીની ઓળખ 24 વર્ષની ફાતિમા ખાન તરીકે થઈ છે. વાસ્તવમાં મુંબઈ ટ્રાફિક પોલીસને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મારી નાખવાની ધમકી આપતો મેસેજ મળ્યો હતો. જે બાદ પોલીસ એલર્ટ મોડ પર હતી અને કાર્યવાહી કરીને એક આરોપીની ધરપકડ કરી હતી.
 
'બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે'
મળતી માહિતી મુજબ, મુંબઈ પોલીસના ટ્રાફિક કંટ્રોલ રૂમને એક અજાણ્યા ફોન નંબર પરથી મેસેજ મળ્યો છે કે જો આદિત્યનાથ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું નહીં આપે તો તેમને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા બાબા સિદ્દીકીની જેમ મારી નાખવામાં આવશે.