ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 6 સપ્ટેમ્બર 2024 (08:55 IST)

Mumbai Fire - મુંબઈના ટાઈમ્સ ટાવર બિલ્ડીંગમાં ભીષણ આગ, 9 બંબા ઘટના સ્થળ પર

fire
મુંબઈના લોઅર પરેલ વેસ્ટ વિસ્તારમાં સ્થિત ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં ભીષણ આગ ફાટી નીકળી છે. મળતી માહિતી મુજબ, આ ઈમારત કમલા મિલમાં આવેલી છે. આગ બુઝાવવા માટે 9 ફાયર ટેન્ડર સ્થળ પર હાજર છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઘટનાની પુષ્ટિ કરી છે. BMCએ કહ્યું છે કે આગ ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ટાઈમ્સ ટાવર મુંબઈના અત્યંત વ્યસ્ત વિસ્તારમાં આવેલું છે.
 
કોઈ જાનહાનિ નહી 
બૃહન્મુંબઈ મ્યુનિસિપાલિટી એટલે કે BMCએ આ ઘટના અંગે અપડેટ જારી કર્યું છે. BMCએ જણાવ્યું છે કે મુંબઈના લોઅર પરેલ વેસ્ટ સ્થિત ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં આગ લાગી હતી. ફાયરની 9 ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. કોઈ જાનહાનિના સમાચાર નથી. આગ ઓલવવાની કામગીરી ચાલી રહી છે.

 
સવારે 6.30 વાગ્યાની આસપાસ આગ લાગી હતી
ટાઈમ્સ ટાવર પરેલ વેસ્ટ, મુંબઈમાં એક બહુમાળી કોમર્શિયલ ઈમારત છે. BMC અનુસાર, લોઅર પરેલના કમલા મિલ સંકુલમાં સ્થિત ટાઈમ્સ ટાવરમાં સવારે લગભગ 6.30 વાગ્યે આગ લાગી હતી. ફાયર બ્રિગેડે આ આગને લેવલ 2 એટલે કે મોટી આગ ગણાવી છે. હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી પરંતુ ઘટનાસ્થળે એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.