મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 18 ઑક્ટોબર 2017 (10:56 IST)

Top 10 Gujarati News - આજના 10 મુખ્ય ગુજરાતી સમાચાર

નોટબંધી અને જીએસટીને બાજુ પર મુકીને ગુજરાતમાં લોકોએ ધનતેરસના દિવસે કરી ધૂમ ખરીદી 
 
 રોકડની અછત, જીએસટી, નોટબંધી, મંદી અને કેવાયસી નોર્મ્સને કારણે દિવાળી પર વેપાર-ધંધામાં ઘટાડો થશે અને ખરીદીનો માહોલ નહી સર્જાય એવી આશંકા હતી પરંતુ આ બધી આશંકાઓને બાજુએ મુકી ગઇકાલે ધનતેરસના શુભ દિવસે સોના-ચાંદીની બજારોથી લઇને અન્ય બજારોમાં ધુમ-ધોકાર ખરીદી થઇ હતી. મળતા અહેવાલો મુજબ ધનતેરસની ખરીદી ગત તુલનામાં જરાપણ ઓછી રહી નથી. વિવિધ બજારોમાં અપેક્ષા કરતા વેચાણ ઓછુ રહ્યુ અને બજાર માટે આ શુભ સંકેત છે. દર ધનતેરસના મુકાબલે વધુ વેચાણ થયુ હોવાનુ માનવામાં આવે છે. ઓટોમોબાઇલ વિક્રેતાઓને ત્યાં ગઇકાલે સવારથી ગ્રાહકોનો કતારો લાગી હતી તો સોના-ચાંદીથી લઇને ફર્નીચર વેપારીઓના ચહેરા ખીલી ઉઠયા હતા. કન્ઝયુમર ડયુરેબલ્સની પણ જોરદાર ખરીદી થઇ છે.
 
મહારાષ્ટ્ર ગ્રામ પંચાયત ચૂંટણી -  BJPની દિવાળી... શિવસેના-કોંગ્રેસના ફટાકડા ફૂસ્સ 
 
મહારાષ્ટ્રમાં થયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીઓના પરિણામોની મંગળવાર રાતે જાહેરાત થઈ. સત્તાધારી ભાજપે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કરતા 1311 બેઠકો પર જીત મેળવી. જ્યારે ચૂંટણીમાં કોંગ્રેસને 312, શિવસેનાને 295, એનસીપીને 297 અને અન્યના ફાળે 453 બેઠકો આવી છે. 
 
રામ રહીમનો રેકોર્ડ આ રીતે તોડશે યોગી.. સરયૂ તટ પર પ્રગટાવાશે 1.71 લાખ દિવા 
 
અયોધ્યામાં આ વખતે ત્રેતાયુગની જેમ દિવાળીનો તહેવાર મનાવવાનો નિર્ણય યોગી સરકારે લીધો. દુલ્હનની જેમ અયોધ્યાને સજાવવામાં આવી છે. આ વખતે સૌથી ખાસ અયોધ્યામાં સરયૂના કિનારે 1.71 લાખ દિવા પ્રગટાવવામાં આવશે. સીએમ યોગી અને રાજ્યપાલ રામ નાઈક સરયૂની આરતી કરશે.  ત્યારબાદ આ દીવા પ્રગટાવવામાં આવશે.  સરયૂ નદી પર રામ કી પૈડીમાં આજે દીપ ઉત્સવ મનાવવામાં આવશે. અયોધ્યામાં તૈયારી એવી છે જાણે ભગવાન રામના વનવાસમાંથી પરત ફર્યા બાદ અહીં દિવાળી મનાવવામાં આવી હતી. બસ પુષ્પક વિમાનની જગ્યાએ માત્ર રામ અને સીતા હેલીકોપ્ટરથી અયોધ્યા આવશે, જેનું મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાની કેબિનેટની સાથે રાજતિલક કરશે.
 
હરિયાણાની પ્રખ્યાત  સિંગર અને ડાંસર હર્ષિતાનુ મર્ડર - ગાડી રોકીને 4 ગોળી મારી 
 
હરિયાણાની ફોક સિંગર અને ડાંસર હર્ષિતા દાહિયા (20) ની મંગળવારે તેમની જ કારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી.  ઘટના સમયે તેની સાથે તેના કેટલાક મિત્રો હતા. હર્ષિતા હરિયાણાના પાનીપતમાં પોતાનો શો ખતમ કરીને દિલ્હીના નરેલા સ્થિત ઘરે પાછી ફરી રહી હતી. આ દરમિયાન બે બદમાશોએ ઓવરટેક કરીને તેની ગાડી રોકાવી. આ ઘટના મંગળવાર સાંજે ચાર વાગ્યાની છે. ઉલ્લેખનીય છે કે થોડા કલાક પહેલા જ હર્ષિતાએ ફેસબુક પર ધમકી મળવાની વાત બતાવી હતી.. 
 
ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં ઉજવી દિવાળી... ભારતીય મૂળના અનેક ઓફિસરો જોડાયા 
 
ડોનાલ્ડ ટ્ર્મ્પે વ્હાઈટ હાઉસના ઓવલ ઓફિસમાં દિવાળી ઉજવી. તેમા યૂએનમાં અમેરિકાની રિપ્રેજેંટેટિવ નિક્કી હેલી અને એડમિનિસ્ટ્રેટર ઑફ સેંટર્સ ફોર મેડિકેયર સીમા વર્મા સહિત અનેક ઓફિસર સામેલ થયા. ટ્રમ્પે કહ્યુ દિવાળી હિન્દુ ધર્મનો સૌથી મોટો તહેવાર છે. આ અવસર પર લોકોની સુખ શાંતિની કામના કરુ છુ.. ગયા વર્ષે પ્રેસિડેંશિયલ ઈલેક્શન દરમિયાન પણ ટ્રમ્પ દિવાળી સેલિબ્રેશનમાં સામેલ થયા હતા. 
 
 
શ્રીસંતને કોર્ટ તરફથી રાહત નહી 
 
કેરળ હાઈકોર્ટે ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ક્રિકેટર શ્રીસંત પર લગાવામાં આવેલા આજીવન પ્રતિબંધને મંજૂર કરી દીધો છે. મંગળવારે કોર્ટ બીસીસીઆઈની અપીલ પર આ નિર્ણય આપ્યો. અગાઉ કેરળ હાઈકોર્ટે ઑગસ્ટમાં શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો.
 
નવેમ્બર મહિનાથી એસી હોટલમાં જમવુ સસ્તુ થશે 
 
એસી રેસ્ટોરન્ટમાં જમવાનું સસ્તુ થઈ શકે છે. સૂત્રો દ્વારા જાણકારી મળ્યા મુજબ કેન્દ્ર સરકાર એસી રેસ્ટોરન્ટમાં ખાવા પર જીએસટી 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરશે. જે પછી નોન-એસી અને એસી રેસ્ટોરન્ટની વચ્ચે ટેક્સનું અંતર સમાપ્ત થઈ જશે.