ગુરુવાર, 2 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મૈનપુરી. , બુધવાર, 13 જૂન 2018 (10:49 IST)

યૂપી : મૈનપુરીમાં ટુરિસ્ટ બસ અનિયંત્રિત થઈને પલટી, 17 લોકોનું દર્દનાક મોત

ઉત્તરપ્રદેશના મૈનપુરી જીલ્લામાં બુધવારે સવારે સૈફી-મૈનપુરી રાજમાર્ગ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો. જ્યા જયપુરથી ફરુદાબાદ જઈ રહેલ એક પ્રાઈવેટ બસ અનિયંત્રિત થઈને ડિવાઈડર સાથે અથડાયા પછી પલટી ગઈ. બસના પલટી જવાથી તેમા સવાર 17 મુસાફરોના મોત થઈ ગયા અને 35થી વધુ લોકો ઘાયલ થઈ ગયા. બસમાં લગભગ 60 મુસાફરો સવાર હતા. 
 
માહિતી પ્રમાણે, વૉલ્વો બસ જયપુરથી ફર્રુખાબાદ જઇ રહી હતી. રસ્તામાં ઇટાવા-મેનપુરી હાઇવે પર ફિતરપુર નજીક ડિવાઇડર સાથે ટકરાઇ, બાદમાં પલટી ખાઇ ગઇ હતી. દૂર્ઘટના એટલી ભયંકર હતી કે જેને પણ જોઇ તે ભયભીય થઇ ગયા હતા.
 
દૂર્ઘટના બાદ હાઇવે પર લાશો વિખરાઇ ગઇ, આ વાતની જાણ થતા પોલીસ ફોર્સની સાથે એસપી ઘટનાસ્થળે પહોંચ ગયા. ઘાયલોને મેનપુરી જિલ્લા હૉસ્પીટલ અને સૈફઇની મેડિકલ કૉલેજમાં ભરતી કરાવવામાં આવ્યા છે, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.