1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 જૂન 2023 (11:49 IST)

Odisha Train Accident: video ઓડિશા દુર્ઘટનાના 51 કલાક પછી ટ્રેકથી પસાર થઈ પહેલી ટ્રેન, રેલ મંત્રીએ હાથ જોડીને કરી પ્રાર્થના

Train movement resumes in Balasore: ઓડિશાના બાલાસોરમાં દુર્ઘટના પ્રભાઇત ખંડથી ભયંકર દુર્ઘટનાના 51 કલાક પછે રવિવારે રાત્રે આશરે 10 વાગીને 40 મિનિટ પર પ્રથમ ટ્રેન રવાના થઈ. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ માલગાડીને રવાના કર્યુ અને આ દરમિયાન ઘણા મીડિયાકર્મી અને રેલ્વે અધિકારી પણ ત્યાં હાજર હતા. 
 
માલગાડી વિશાખાપટ્ટનમ પોર્ટથી રાઉરકેલા ઈસ્પાત સંયંત્ર જઈ રહી છે અને તે પાટા પર ચાલી રહી છે જ્યાં શુક્વારે 2 જૂનએને દુર્ઘટના થઈ હતી. 
 
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવએ ટ્વીટ કર્યુ "ક્ષતિગ્રસ્ત ડાઉન લાઇન સંપૂર્ણપણે રીપેર કરવામાં આવી છે. વિભાગમાંથી પ્રથમ ટ્રેન રવાના થઈ" તેના થોડી વાર પછી તેણે ટ્વીટ કરીને જણાવ્યુ કે અપલાઈન પર પણ ટ્રેનની અવર-જવર શરૂ થઈ.  
 
કલાકો પછી રવાના થઈ પ્રથમ ટ્રેનનો વીડિયો પણ સામે આવ્યુ છે. વીડિયોમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉભા જોવાઈ રહ્યા છે. રેલ મંત્રી હાથ બતાવીને અભિવાદન કરે છે. તે પછી હાથ જોડીને પ્રાર્થના કરતા જોવાય છે.