ભારત-ચીન બોર્ડર પાસે મોટી દુર્ઘટના, ખીણમાં ખાબકી મજૂરોને લઈને જઈ રહેલી ટ્રક, 17 લોકોના મોતના સમાચાર
ઉત્તરપૂર્વીય ભારતીય રાજ્ય અરુણાચલ પ્રદેશમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ભારત-ચીન સરહદ નજીક મજૂરોને લઈ જતો એક ટ્રક ઊંડી ખાડીમાં પડી ગયો છે. તેમાં એકવીસ મજૂરો સવાર હતા. અહેવાલો અનુસાર, આ અકસ્માતમાં 17 લોકોના મોતની આશંકા છે. બચાવ કામગીરી ચાલુ છે.
ક્યા થઈ આ દુર્ઘટના ?
અત્યાર સુધી મળેલી માહિતી મુજબ અરુણાચલ પ્રદેશમાં આ ભીષણ અકસ્માત ભારત-ચીનની સીમા પાસે હાયુલિયાંગ-ચગલાગમ રોડ પર થયો છે. જ્યા 21 મજૂરોને લઈને જતી ટ્રક ઊંડી ખીણમાં ખાબકી. ઘટનાની માહિતી સામે આવતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર પહોચી અને બચાવ અભિયાન ચલાવવામાં આવ્યો. મળતી માહિતી મુજબ ડઝનથી વધુ મૃતદેહો જપ્ત કરવામાં આવી ચુક્યા છે. પડકારરૂપ વિસ્તારમાં બચાવ અભિયાન ચાલુ છે.
શુ હતુ દુર્ઘટનાનુ કારણ ?
એવી આશંકા બતાવાય રહી છે કે મજૂરોને લઈને જતી ટ્રક પહાડી રસ્તા પરથી નીચે લપસી અને લગભગ 1000 ફીટ ઊંડી ખીણમાં જઈ પડી. પીડિત મજૂર તિનસુકિયાના ગેલાપુખુરી ટી એસ્ટેટના હતા અને કોઈ બાંધકામ માટે હ્યુલિયાંગ તરફ જઈ રહ્યા હતા. ટ્રક પર્વતીય રસ્તામાંથી પસાર થતા નિયંત્રણ ગુમાવી બેસી અને ઊંડી ખીણમાં ખાબકી. ઘટનાની માહિતી મળતા જ સ્થાનીક અધિકારી બચાવ દળ સાથે ઘટનાસ્થળ પર પહોચ્યા. અરુણાચલમાં આ દુર્ઘટનાને લઈને વધુ માહિતીની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે.