સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 28 જૂન 2021 (16:41 IST)

ટ્વિટરની વધુ એક ભૂલ : ભારતના નકશામાં છેડછાડ, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યા

સરકાર સાથેના ઝઘડા વચ્ચે, ટ્વિટર દ્વારા બીજી એક મોટી ભૂલ કરી નાખી છે. જે માટે તેને હાલાકી ભોગવવી પડી શકે છે. ટ્વિટરે ભારતના નકશા સાથે ચેડા કર્યા છે અને જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના કેન્દ્ર શાસિત પ્રદેશોને અલગ દેશ જણાવ્યુ છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર આ મામલે સખ્ત કાર્યવાહી કરી શકે છે. અગાઉ ટ્વિટએ લેહને ચીનનો ભાગ બનાવી દીધુ હતુ જેના પર સરકારએ સખ્ત આપત્તિ જાહેર કરતા ચેતવણી આપી હતી. 
 
દેશના નવા આઈટી નિયમોનું પાલન કરવામાં અચકાતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે તેમની વેબસાઇટના કારકિર્દી વિભાગમાં આ ખોટું બતાવ્યું છે. 'ટ્વિપ લાઇફ' સેક્શનમાં દેખાતા નકશામાં, જમ્મુ-કાશ્મીરને એક અલગ દેશ તરીકે બતાવવામાં આવ્યો છે, જ્યારે લેહને ચીનનો એક ભાગ માનવામાં આવે છે.
 
ટ્વિટરે આ ભૂલ એવા સમયે કરી છે જ્યારે તે ભારતના આઇટી કાયદાને લઈને સરકાર સાથે વિવાદ ચાલી રહ્યો છે.