ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 28 જૂન 2021 (16:32 IST)

ટૂરિસ્ટ ગાઈડો માટે લોન ગારંટી યોજનાની જાહેરાત પહેલા 5 લાખ ટૂરિસ્ટોને મળશે મફત વીઝા

નાણાકીય મંત્રી નિર્મલા સીતારમણ કોરોનાકાળના કારણે ઉભી થઈ આર્થિક પડકારોને લઈને કોંફરંસ કરી રહી છે. વિત્ત મંત્રીએ આ પ્રેસ કાંફરેંસમાં સંબોધન કરી શરૂઆત કરતા કહ્યુ કે આજે અમે 8 રાહત પેકેજની જાહેરાત કરીશ. આજના આજ 8 માંથી 4 રાહત ઉપાય નવા છે. હેલ્થ સેક્ટરથી સંકળાયેલા 1 નવા રાહત પેકેજની જાહેરાત કરાશે. અમે કોવિડ પ્રભવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ રૂપિયાનો રાહત પેકેજ લઈને આવ્યા છે. 
 
આ સંબોધનમાં આગળ તેણે કીધુ કે નૉન મેટ્રો મેડિકલ ઈંફ્રા માટે 50000 રૂપિયાનો જોગવાઈ કરાશે. બીજા સેક્ટર પર 60000 કરોડ રૂપિયાની ક્રેડિટ ગારંટી સ્કીમ લાવશે. હેલ્થ સેક્ટરને મળનાર ઋણની વ્યાજ દર 7.95 ટકા થશે. બીજા સેક્ટર માટે વ્યાજદર 8.25 ટકા થશે. 
 
એફએમએ આગળ કીધુ કે ECLGS સ્કીમ માટે 1.5 લાખ કરોડ રૂપિયાનો વધારાનો લોન મળશે.  ECLGS ફંડિંગની લિમિટ 4.5 લાખ કરોડ કરી નાખી છે. એફએમએ આગળ કીધુ કે MFIs થી 25 લાખ લોકોને ક્રેડિટ ગારંટી મળશે. તેના કારણે 2 ટકા ઓછા વ્યાજદર પર 1.25 લાખ રૂપિયાનો લોન મળશે. MFIs થી મળેલા નવા લોનની સમયાવધિ 3 વર્ષ થશે. એફએમએ આજે કોરોનાની સૌથી વધારે દુ:ખ પહોંચાડતા પર્યટન ક્ષેત્ર માટે મોટી જાહેરાતો કરી છે. એફએમએ જણાવ્યું હતું કે રજિસ્ટર્ડ ટૂરિસ્ટ ગાઇડ્સ માટે આર્થિક સહાયની જોગવાઈ કરવામાં આવશે. આ 11,000 ટૂરિસ્ટ ગાઇડ્સ યોજના અંતર્ગત આવરી લેવામાં આવશે.
 
ટૂરિસ્ટ ગાઈડ માટે 1 લાખ રૂપિયાની ક્રેડિટ લાઇનની જોગવાઈ કરવામાં આવશે. 5 લાખ પ્રવાસીઓને મફત ટુરિસ્ટ વિઝા આપવામાં આવશે. ફ્રી વિઝાની સુવિધા ફક્ત એક જ વાર મળશે. મફત વિઝા યોજના 31 , 2022 માર્ચ સુધી લાગુ રહેશે.
 
નાણાકીય મંત્રી મંત્રી નિર્મલા સીતારમણ આજે 11,000 થી વધારે ટૂરિસ્ટ ગાઈડ અને ટ્રેવલ એંડ ટૂરથી સંકળાયેલા સ્ટેક હોલ્ડરો માટે નવી ક્રેડિટ ગારંટી સ્કીમની જાહેરાત કરી છે. તેના હેઠણ કોવિડ 19થી પ્રભાવિત 
આ લોકોને પર્સનલ લોન ઉપલબ્ધ કરાવશે. આ લોન પર કોઈ પણ પ્રોસેસિંગ ચાર્જ લાગૂ નહી થશે ને ન તેના માટે કોઈ વધારાની જામીનની જરૂર મળશે. 
 
આ સ્કીનનો સંચાલન પર્યટન મંત્રાલય NCGTC થી કરાશે. કોરોનાથી પ્રભાવિત ટૂરિસ્ટ સેક્ટરને રાહત આપવા માટે સરકારએ એક વધુ જાહેરાત કરી છે જેના હેઠણ ભારતમાં આવતા પ્રથમ 5 લાખ ટૂરિસ્ટને 
વીજા ફી નહી ચુકવવી પડશે. આ સ્કીમ 31 માર 2022 સુધી પ્રભાવી રહેશે અને  પ્રથમ 5 લાખ વીજાના વહેચ્યા પછી બંદ થઈ જશે. પ્રવાસીઓ આ સુવિધાનો ફાયદો માત્ર એક વાર ઉપાડી શકશે.