શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 માર્ચ 2021 (10:56 IST)

આજે નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ કરશે

વર્ષ-2021-22નું અંદાજપત્ર નાણામંત્રી રજૂ કરશે 
નાણામંત્રી નીતિન પટેલ ગૃહમાં રજૂ કરશે બજેટ 
બજેટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ પર મૂકાશે ભાર 
  ગુજરાત બજેટ એપ્લિકેશન પર જોઈ શકાશે બજેટ 
સરકારે ગુજરાત બજેટ એપ્લિકેશન કરી હતી લોન્ચ 
એપમાં તમામ માહિતી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં
 
આજે 2021-22ના નાણાંકીય વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કરશે. નાણાંમંત્રીના પટારામાંથી શું ખુલશે તેના પર સૌની નજર મંડાઈ છે. કોરોના કાળને લઈ આ વખતેનું બજેટ પેપરલેસ રહેશે. એપની મદદથી ઓનલાઈન બજેટ જોઈ શકાશે. બજેટ અને સંબંધિત અહેવાલોનું ડિજિટલ પ્રકાશન થવાથી કાગળના વપરાશમાં 80 ટકા જેટલો ઘટાડો થશે.નાણાં મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આજે નવમી વાર બજેટ રજૂ કરશે. સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે રેકોર્ડ છે.  રાજ્યનું પ્રથમવાર પેપરલેસ બજેટ રજૂ થશે