1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (09:11 IST)

સીન્ડીકેટની મીટિંગમાં ગુજરાત યુનિવર્સિટીનું વર્ષ 2021-22નું 279 કરોડનું બજેટ મંજુર, 7 કરોડના નવા ટેન્ડરો મંજુર કરાયા

અમદાવાદમાં  ગઈકાલે ગુજરાત યુનિ.ની મળેલી સીન્ડીકેટની મીટિંગમાં આગામી વર્ષે 2021-22નું બજેટ રજૂ કરવામા આવ્યુ હતુ. જે 279.39 કરોડનું તૈયાર થયુ છે.જેમાં 267.96 કરોડની આવક સામે 11.41 કરોડનો વધુ ખર્ચ આંકવામા આવતા ખાધ સાથેનું બજેટ છે. મીટિંગમાં બજેટને સર્વાનુમતે મંજૂર કરવા સાથે નવા બાંધકામો,રીનોવેશન તેમજ સેવાઓને લગતા 7થી વધુ કરોડોના ડેન્ટરોને મંજૂરી આપવામા આવી હતી.જ્યારે આગામી વર્ષ માટે નવા કામોમાં ડ્રોન ટેકનોલોજી સેન્ટર તથા હોસ્ટેલ બ્લોક્સ અને એક્ઝામ સેન્ટર સહિતના કામોને ગ્રાન્ટ યુટિલાઈઝેશન હેઠળ મંજૂરી આપવામા આવી હતી.
બજેટમાં પરીક્ષા ખર્ચમાં ગત વર્ષથી મોટો ઘટાડો થયો છે
ગુજરાત યુનિ.ના ગત 2020-21ના 282 કરોડના બજેટ સામે આ વર્ષે 2021-22નું 279.39 કરોડનું  બજેટ તૈયાર થયુ છે.જેમાં પરીક્ષા ખર્ચમાં ગત વર્ષથી મોટો ઘટાડો થયો છે પરંતુ કર્મચારી મહેનાતાણા સહિતના અન્ય ખર્ચમાં વધારો થતા 11.41 કરોડની વધુ જાવક છે.આગામી વર્ષના બજેટમાં 8.10 કરોડની પરીક્ષા ફી આવક છે જ્યારે કુલ 211 કરોડની ગ્રાન્ટ દર્શાવાઈ છે.એડમિશન કમિટીની આવકમાં  કરોડની આવક દર્શાવાઈ છે તો પરચૂરણ આવક 14 કરોડની છે અને કન્વેન્શન સેન્ટરની 17 કરોડની આવક અંકાઈ છે.જેની સામે ખર્ચમાં કર્મચારી વર્ગ ખર્ચમાં 13 કરોડનો ખર્ચ છે અને 18.86 કરોડનો ખર્ચ છે જે ગત વર્ષે 25.07 કરોડનો હતો. યુનિ.શિક્ષા સંશોધન પાછળ 40.32 કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો છે.સીન્ડીકેટમાં બજેટ અને વાર્ષિક અહેવાલ રજૂ થયા હતા હવે આગામી 26મી પહેલા મળનારી છેલ્લી સેનેટ મીટિંગમાં બજેટ-અહેવાલ ફાઈનલ મંજૂરી માટે મુકાશે.
આગામી વર્ષ માટેના નવા કામોને પણ મંજૂરી આપવામા આવી
આજની સીન્ડીકેટમાં નવા ભવનોના બાંધકામો તથા હાલના ભવનોને તોડીને રીનોવેશન માટેના કામો અને ગાર્ડનિંગથી માંડી સિક્યુરિટી તેમજ કોમ્પ્યુટર સર્વિસ અને પરીક્ષા એજન્સી સહિતના વિવિધ 7થી વધુ ખોલવામા આવેલા ટેન્ડરોને ફાઈનલ મંજૂરી આપી એલ-1 ભાવની કંપનીઓને કામો મંજૂર કરવામા આવ્યા હતા.કરોડો રૂપિયાના 7થી8 જેટલા ટેન્ડરો ઉપરાંત આગામી વર્ષ માટેના નવા કામોને પણ મંજૂરી આપવામા આવી હતી. 
કમિટી દ્વારા કરાયેલી ભલામણોને આધારે નવા કામોને પણ મંજૂરી માટે મુકવામાં આવ્યા
ગ્રાન્ટ યુટિલાઈઝેશન કમિટી દ્વારા કરાયેલી ભલામણોને આધારે યુનિ.કેમ્પસમાં ડ્રોન ટેકનોલોજી સેન્ટર, નવા હોસ્ટેલ બ્લોકસ, ઓનલાઈનએક્ઝામ સેન્ટર,  હેરિટેજ પાર્ક ,ચિલ્ડ્રન ઈનોવેશન સેન્ટર તથા અંડરપાસ લિન્કેજ કેમ્પસ રોડ અને  વોટર સાયન્ટિફિક એક્સપીરિયન્સ સેન્ટર સહિતના નવા કામોને પણ મંજૂરી માટે મુકવામા આવ્યા હતા. આ ઉપરાંત અજમાયશી સમયના પરના કેટલાક કર્મચારીઓને કામયી કરાયા હતા અને નવી નિમણૂંકો મંજૂર કરાઈ હતી. વધારાના કામ કે ચાર્જ પરના અધિકારીઓ માટેના મહેનતાણાને લઈને ચાલતા વિવાદ અંતર્ગત ત્રણ અધિકારીઓના 10  હજારના એલાઉન્સ નક્કી કરવામા આવ્યા હતા