1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : સોમવાર, 28 જૂન 2021 (15:05 IST)

આ ગામમાં આજે વાહનચાલકોને નિશુલ્ક પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યા છે

પેટ્રોલના ભાવ વધારાને કારણે લોકો હેરાન પરેશાન છે. જેથી આજે વડોદરામાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના વીરોધ જોવા મળ્યો છે. વડોદરમાં પેટ્રોલ ડીઝલના જુદા રીતે વિરોધ જોવાયો. અહીયા વાહનચાલકોને નિશુલ્ક પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યા છે.  જેના કારણે લોકોએ પણ પેટ્રોલ ભરાવા માટે લાંબી લાઈન લગાવી. 

દેશભરમાં વધતા જતા પેટ્રોલના ભાવને લઈ શહેરની ટીમ રિવોલ્યુશન સંસ્થા દ્વારા અનોખો વિરોધ કરાશે. જે અંતર્ગત સોમવારે સુભાનપુરાના હાઈટેન્શન રોડ પર ઇન્ડિયન ઓઈલના પેટ્રોલપંપ પર સવારે 11 વાગ્યાથી ભાજપના કાર્યકરો, નેતાઓ તેમજ સામાન્ય નાગરીકોને 1 લિટર પેટ્રોલ મફત આપશે. પેટ્રોલ મફત મેળવવા ભાજપના કાર્યકરો કે નેતાઓ પાસે ભાજપનો ખેસ, સ્ટીકર કે કાર્ડ હોવું જરૂરી છે. સામાન્ય નાગરીકો વંદે માતરમ અને ભારત માતા કી જય બોલશે તેમને પેટ્રોલ મફત અપાશે. 300 લોકોને પેટ્રોલ આપશે.

પેટ્રોલ ડીઝલના સતત વધતી કીમતથી લોકો પરેશાન છે. એવુ કહેવાઈ રહ્યુ છે કે ગાડી લેવુ સરળ છે પણ તેને ચલાવવા માટે દરરોજ પેટ્રોલ ડીઝલ ભરાવવો મોંધુ છે. રાજસ્થાનમાં પેટ્રોલ 110 પ્રતિ લીટર તો તેમજ ડીઝલ 100 દર લીટરની પાર પહોંચી ગયુ છે. 
 
મુંબઈમાં પેટ્રોલ 104 રૂપિયે લીટર 
ઉલ્લેખનીય છે કે વધતા જતા પેટ્રોલના ભાવને કારણે લોકો હવે હેરાન થઈ ગયા છે. સૌથી વધારે પેટ્રોલનો ભાવ મુંબઈમાં છે અહીયા પેટ્રોલના ભાવ હાલમાં 104 રૂપિયા કરતા વધારે છે.