મંગળવાર, 3 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 8 નવેમ્બર 2024 (18:17 IST)

“કાશ્મીરના બારામૂલાના પાણીપુરા ક્ષેત્રમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીને મારી નાખ્યા

અલાહાબાદ ભારતીય સેનાની ચિનાર કોર શાખાએ ઍક્સ પોસ્ટમાં કહ્યું છે કે, “કાશ્મીરના બારામૂલાના સોપોરમાં પાણીપુરા ક્ષેત્રમાં સુરક્ષાદળોએ બે આતંકવાદીને મારી નાખ્યા છે. સર્ચ ઑપરેશન હજુ પણ ચાલુ છે."
 
ઑપરેશન વિશે માહિતી આપતાં સોપોરના એસએસપી (સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ) દિવ્યા ડીએ જણાવ્યું હતું કે, "ગઈ કાલે રાત્રે સોપોરનાં સુરક્ષાદળોને બે આતંકવાદીના સમાચાર મળ્યા હતા. અમે તરત જ સંયુક્ત સુરક્ષાદળો સાથે સર્ચ ઑપરેશન શરૂ કર્યું હતું."
 
"તે વખતે આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો, પછી અમે ઑપરેશન શરૂ કર્યું. અમે રાતોરાત ત્યાંથી સ્થાનિક લોકોને બહાર કાઢ્યા હતા. અત્યાર સુધી જે ઑપરેશન ચાલી રહ્યું હતું તેમાં આતંકવાદીઓ માર્યા ગયા છે, અમે તેમની ઓળખ કરી રહ્યા છીએ."