1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 29 જૂન 2022 (22:30 IST)

Breaking: ઉદ્ધવ ઠાકરે એ મુખ્યમંત્રી પદ પરથી આપ્યુ રાજીનામુ, મહારાષ્ટ્ર સંકટ પર મોટા સમાચાર

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરી પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ છે  ઉદ્ધવ ઠાકરે એ રાજ્યપાલને રાજીનામાનો લેટર સોંપ્યો. રાજ્યપાલે તે સ્વીકાર કરી ઈધો છે. આ પહેલા તેમણે ફેસબુક લાઈવમાં કહ્યુ હતુ કે મને આમા જવુ જ નહોતુ તેથી હુ તેથી હુ વિધાન પરિષદની સદસ્યતામાંથી પણ રાજીનામ આપી રહ્યો છુ. તેમણે કહ્યુ મને આ વાતનુ કોઈ દુખ નથી કે હુ રાજીનામુ આપી રહ્યો છુ. ઉદ્ધવે કહ્યુ કે મને આ બધામાં આવુ જ નહોતુ, તેથી હુ મુખ્યમંત્રી આવાસને પહેલા જ છોડી દીધુ. તેમણે કહ્યુ કે આવતીકાથી હુ શિવસેના ઓફિસમાં જઈશ. 
મને  અશોક ચવ્હાણે કહ્યું, જો કોઈ સમસ્યા હોય તો અમે MVAમાંથી બહાર આવીએ છીએ
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, હું અણધાર્યો આવ્યો હતો અને અનપેક્ષિત રીતે જઈ રહ્યો છું. મતલબ કે હું કાયમ માટે નથી જતો, હું અહીં રહીશ અને ફરી શિવસેના ભવનમાં બેસીશ, મારા બધા લોકોને ભેગા કરીશ. તેમણે કહ્યું કે, આજે કેબિનેટ સમાપ્ત થયા પછી અશોક ચવ્હાણે મને કહ્યું કે અમે તમારી સાથે છીએ, જો કોઈ સમસ્યા હોય તો અમે મહા વિકાસ અઘાડીની બહાર જઈશું અને તમને બહારથી સમર્થન આપીશું, પરંતુ મેં કહ્યું ના આવુ થતુ નથી. 
 
કોંગ્રેસ-એનસીપીનો આભાર
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, આજે કેબિનેટની બેઠક યોજાઈ હતી, મને સંતોષ છે કે બાળાસાહેબ ઠાકરેએ જે શહેરોના નામ રાખ્યા હતા, ઔરંગાબાદનું નામ સંભાજીનગર અને ઉસ્માનાબાદનું નામ ધારશિવ રાખ્યું હતું, આજે અમે તેમને સત્તાવાર રીતે તે નામો આપ્યા છે. તેમણે કહ્યું, હું એનસીપી અને કોંગ્રેસના લોકોનો આભાર માનું છું કે તેઓએ મને સમર્થન આપ્યું. આજે ઠરાવ પસાર થયો ત્યારે માત્ર હું, અનિલ પરબ, સુભાષ દેસાઈ અને શિવસેનાના આદિત્ય આ ચાર લોકો હાજર હતા.
 
મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ વધુ તેજ
મુખ્યમંત્રીના રાજીનામા બાદ મહારાષ્ટ્રમાં હલચલ વધુ તેજ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ હોટલમાં કોર કમિટીની બેઠક યોજી રહ્યા છે. રાજીનામા બાદ મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે, મુખ્યમંત્રીએ પહેલા રાજીનામું આપી દેવું જોઈતું હતું. તેની પકડેલી મુઠ્ઠીમાં જે શક્તિ હતી તે પણ ગઈ છે. હનુમાન ચાલીસાનું અપમાન કરનારાઓને હનુમાન ભક્તોએ પાઠ ભણાવ્યો છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને. અમે બધા પણ તેમની સાથે ઉભા છીએ.