1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (12:01 IST)

સાયંસનો મોટો ચમત્કાર, માણસના શરીરમાં સફળતાપૂર્વક ટ્રાંસફર કર્યુ ડુક્કરનુ દિલ

અમેરિકાના સર્જનોને એક 57 વર્ષીય વ્યક્તિમાં જેનેટિકલી મોડિફાઈડ સૂઅરનુ દિલ સફળતાપૂર્વક ટ્રાંસપ્લાંટ કર્યુ છે. મેડિકલ ઈતિહાસમાં આ પહેલીવાર બન્યુ છે અને તેનાથી આવનારા સમયમાં અંગદાન કરનારાઓની ભારે કમીનો સામનો કરી શકાય છે. યુનિવર્સિટી ઓફ મૈરીલેંડ મેડિકલ શાળાના નિવેદન રજુ કરી બતાવ્યુ કે આ ઐતિહાસિક ટ્રાંસપ્લાંટ શુક્રવારે કરવામાં આવ્યુ. 
 
જો કે આ ટ્રાંસપ્લાંટ પછી પણ દર્દીની બીમારીની સારવાર હાલ નિશ્ચિત નથી પણ આ સર્જરી જાનવરોમાંથી માણસોમાં ટ્રાંસપ્લાંટને લઈને મીલનો પત્થર સાબિત થઈ શકે છે. 
 
ડેવિડ બેનેટ નામના દર્દીમાં અનેક ગંભીર બીમારીઓ અને ખરાબ સ્વાસ્થ્યને કારણે માણસોના દિલ ટ્રાંસપ્લાંટ કરી શકાતા નથી. હવે દર્દી રિકવર કરી રહ્યા છે અને ડોક્ટર ખૂબ જ નિકટથી નજર રાખી  રહ્યા છે કે ડુક્કરનુ દિલ તેમના શરીરમાં કેવી રીતે કામ કરી રહ્યુ છે.  મેરીલેન્ડના રહેવાસી ડેવિડ કહે છે, 'મારી પાસે માત્ર બે જ વિકલ્પ હતા, કાં તો મરી જાઉં અથવા આ ટ્રાન્સપ્લાન્ટ કરાવું. મારે જીવવું છે હું જાણું છું કે તે અંધારામાં તીર મારવા જેવું છે, પરંતુ તે મારી છેલ્લી પસંદગી છે. છેલ્લા ઘણા મહિનાઓથી હાર્ટ-લંગ બાયપાસ મશીન પર પથારીવશ બેનેટે કહ્યું, 'હું સ્વસ્થ થયા પછી પથારીમાંથી બહાર નીકળવાની રાહ જોઉં છું.
 
નવા વર્ષની પૂર્વસંધ્યાએ, યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પરંપરાગત ટ્રાન્સપ્લાન્ટ શક્ય ન હોય તેવા કિસ્સામાં છેલ્લા પ્રયાસ તરીકે આ કટોકટી ટ્રાન્સપ્લાન્ટને મંજૂરી આપી હતી. ડો. બાર્ટલી ગ્રિફિથે, જેમણે ડુક્કરના હૃદયનું સર્જરી કરીને ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું, જણાવ્યું હતું કે: "તે એક સફળ સર્જરી હતી અને તેણે અમને અવયવોની અછતની સમસ્યાને ઉકેલવા માટે એક ડગલું નજીક લઈ ગયા છે."