મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (10:22 IST)

Corona and Omicron News ભારતમાં છેલ્લા 24 કલાકમાં 1.69 લાખ કેસ નોંધાયા, સોમવારની તુલનામાં 6.5% ઓછા કેસ

Corona virus and Omicron Cases Today News updates: દેશમાં કોરોના મામલા સતત વધતા જઈ રહ્યા છે અને અનેક રાજ્યોની હાલત ચિંતાજનક થતી જઈ રહી છે. દિલ્હી અને મુંબઈમાં મોટી સંખ્યામાં ડોક્ટર સંક્રમિત થયા છે.  દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,68,063 નવા મામલા નોંધવામાં આવ્યા. જે ગયા વર્ષની તુલનામાં 6.5% ઓછી છે. દેશમાં ઓમિક્રોનનો આંકડો 4400ના પાર થઈ ગયા છે. મૈક્સિકોના રાષ્ટ્રપતિ ઓબ્રેડોર બીજીવાર પોઝીટીવ થઈ ગયા છે. 
 
ભારતમાં સૌથી સંક્રમિત રાજ્યોની વાત કરવામાં આવે તો એમાં મહારાષ્ટ્ર સૌથી ટોપ પર છે. અહીં છેલ્લા 24 કલાકમાં 33,470 કેસ નોંધાયા છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં 19,286 કેસ, દિલ્હીમાં 19166, તામિલનાડુમાં 13990 અને કર્ણાટકમાં 11,698 કેસ નોંધાયા છે.
 
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, છેલ્લા એક દિવસમાં દેશની અંદર 277 કોરોના દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ પછી, કોરોનાથી મૃત્યુની કુલ સંખ્યા 4 લાખ 84 હજાર 213 થઈ ગઈ છે. તે જ સમયે, અત્યાર સુધીમાં 3 કરોડ 58 લાખથી વધુ લોકો તેનાથી સંક્રમિત થયા છે.