સોમવાર, 26 ફેબ્રુઆરી 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (11:51 IST)

Delhi Corona Guidelines: DDMA નો આદેશ - દિલ્હીમાં આજથી બધી પ્રાઈવેટ ઓફિસો બંધ રહેશે, થોડીવારમાં સીએમ કેજરીવાલ કરશે પ્રેસ કૉન્ફ્રેંસ

દિલ્હીમાં કોરોના સંક્રમણ (Delhi Corona Guidelines)ના વધતા કેસને જોતા DDMD (દિલ્લી ડિજાસ્ટર મેનેજમેંટ અથોરિટી) એ તાજેતરમાં બધા પ્રાઈવેટ ઓફિસ બંધ કરવાનો આદેશ આપ્યો છે.  ફક્ત એ પ્રાઈવેટ ઓફિસને ખોલવાની મંજુરી છે જે જરૂરી સેવાઓ સાથે સંકળાયેલી છે. આ આદેશ પછી સ્પષ્ટ છે કે દિલ્હીમાં હવે પ્રાઈવેટ ઓફિસના કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ જ કરશે.  થોડી જ વારમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પ્રેસ કૉન્ફ્રેંસ કરશે. 
 
 
-  દિલ્હીની જેલમાં 66 કેદીઓ અને 48 કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે.
-  ભારતમાં આજથી વિદેશથી આવનારા તમામ મુસાફરોએ 7 દિવસ સુધી ક્વોરેન્ટીન થવું જરૂરી છે. આઠમા દિવસે મુસાફરોનો RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.
-  208 દિવસ પછી દેશમાં ફરી સૌથી વધારે એક્ટિવ કેસ થયા છે, હાલ એક્ટિવ કેસ 8.21 લાખ છે.
-  મુંબઈમાં 400 ડોક્ટર્સનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એમાં જેજે હોસ્પિટલમાં 100, સાયનમાં 104, કેઈએમ મુંબઈમાં 88, NAIRમાં 59 ડોક્ટર દાખલ છે. આ સિવાય થાણે, પુણે અને નાંદેડમાં 50થી વધુ ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે.
-  બિહારમાં 500થી વધુ ડોક્ટરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
-  આગ્રામાં કોરોનાના 1000થી વધુ એક્ટિવ કેસને પગલે સ્વિમંગ પૂલ અને જિમ બંધ રહેશે.
-  અમેરિકાની ફર્મ નોમુરાનો દાવો છે કે જો આ ગતિથી દેશમાં કેસ વધશે તો ભારતમાં આગામી મહિના સુધીમાં કોરોનાના મામલા પીક પર હશે. ફરીથી દેશમાં પ્રત્યેક દિવસે -  કોરોનાના નવા કેસની સંખ્યા 30 લાખ થઈ શકે છે.
-  દિલ્હીમાં કોરોનાના કેસ 20 હજારની નજીક પહોંચતાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ અહીં રેસ્ટોરન્ટ અને બારને બંધ કરીને ટેક અવેની જ સુવિધા આપવામાં આવી છે.
-  દિલ્હીમાં સોમવારે કોરોનાના 19,166 નવા કેસ નોંધાયા છે. રાજધાની દિલ્હીમાં સંક્રમણ દર 25 ટકાએ પહોંચી ગયો છે અ ને કોરોનાથી 17 લોકોનાં મૃત્યુ થયાં છે