સંબંધિત સમાચાર
- Mehsana News - મહેસાણાના વિજાપુરમાં 3858 કિલો ભેળસેળવાળું મરચું પકડાયુ, ગોડાઉનમાં સંચાલક જ કલર નાંખતો ઝડપાયો
- 12 લોકો સાથે છકડો પુલથી નીચે ખાબક્યો
- 3 ભાઈ-બહેનો તળાવમાં ડૂબી જતા મોત
- Rajkot - યુવક લગ્નમાં ગરબા રમીને ઘરે આવતા હાર્ટ એટેક આવ્યો, હોસ્પિટલ પહોંચે એ પહેલા મોત
- Weather Update: મે મહિના માટે નવી આગાહી, ઘણા રાજ્યોમાં ફરી એક વાર વરસાદ પડશે, શું છે IMDનું નવું અપડેટ
Uttrakhand landslides: ઉત્તરાખંડમાં એકવાર ફરીથી જમીન ઢસડી જવાથી વિશાળ ભેખડ ઢસડી પડતા મચી ભાગદોડ, જુઓ ડરાવી દેનારો વીડિયો
Uttrakhand landslides
ઉત્તરાખંડમાં એકવાર ફરીથી એક ભેખડ ઢસડી પડી. જ્યારબાદ પત્થરોનો વરસાદ થવા માંડ્યો. આ દુર્ઘટના પિથૌરાગઢના ભારત-ચીન સીમા પાસે થઈ. આ તવાઘાટ-લિપુલેખ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ગરબાધારમાં ભયંકર ભૂસ્ખલન થઈ ગયુ. ભૂસ્ખલન થવાથી ભેખડ નીચે સરકી ગઈ અને પત્થરોનો વરસાદ થવા માંડ્યો. જેનાથી ધૂળના ગોટેગોટા ઉડવા લાગ્યા અને ચારે બાજુ અંધારુ છવાઈ ગયુ. બીજી બાજુ ભેખડ ઢસડી પડવાથી શ્રમિકો અને ત્યા હાજર કર્મચારીઓ વચ્ચે અફરાતફરી મચી ગઈ. બધા લોકો સુરક્ષિત સ્થાન તરફ ભાગ્યા. જો કે આ ઘટનામાં કોઈને જાનહાનિ થવાના સમાચાર નથી.
ओम पर्वत, आदि कैलाश, लिपुलेख, कालापानी मार्ग में गरबाधार, धारचूला (पिथौरागढ़) में भारी भूस्खलन.#pithoragarh #dharchula #landslide pic.twitter.com/TXGASC8nx0
— Aparna Rangar (@aparna_rangar) May 15, 2023
ઘટના સ્થળ પર હાજર લોકોએ આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો બનાવી લીધો. વીડિયોમાં ઘટનાસ્થળની પાસે પૉકલેંડ મશીન પણ જોવા મળી. ઘારચૂલાના એસડીએમના મુજબ આદિ કૈલાશ યાત્રાને ધ્યાનમાં રાખકા રસ્તાનુ કામ ચાલી રહ્યુ છે. આવામાં યાત્રાળુઓની અવરજવરને સુવિદ્યાજનક બનાવવા માટે માર્ગને 18 મે સુધી ખોલી દેવામાં આવશે.
