1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated: ગુરુવાર, 24 માર્ચ 2022 (13:32 IST)

Video - 3 સેકંડ દૂર હતુ મોત - ઠાણેમાં જીવ આપવા ટ્રેનના પાટા પર કુદી પડ્યો યુવક, દેવદૂત બનીને જીઆરપી કર્મચારીએ આ રીતે બચાવ્યો જીવ

મુંબઈમાં ટ્રેન આગળ કૂદીને સુસાઈડ કરનારાઓની સંખ્યા વધતી જઈ રહી છે. આવો જ એક મામલો મુંબઈ નિકટ ઠાણે સામે આવ્યો છે. અહી એક યુવકે જીવ આપવા માટે ટ્રેન આગળ છલાંગ લગાવી. જોકે એક એલર્ટ પોલીસ કર્મચારીએ યોગ્ય સમય પર તેને જોઈ લીધો અને તેને યોગ્ય સમય પાટા પર કુદીને તેને ટ્રેન આવતા પહેલા ખેંચી લીધો અને બચાવ્યો જીવ. 
 
આ ઘટના બુધવારે બપોરે 2 વાગ્યે ઠાણેના વિઠ્ઠલવાડી રેલવે સ્ટેશનની છે. આજે આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક એક્સપ્રેસ ટ્રેનની સામે કૂદી જાય છે. ત્યારે ત્યા ઉભા એક પોલીસ કર્મચારીની નજર એક યુવક પર પડે છે. ફક્ત 3 સેકંડની અંદર પોલીસ કર્મચારી કૂદીને ટ્રેંક પર પહોંચે છે અને ટ્રેન આવતા પહેલા યુવકને ધક્કો મારીને પાટા પરથી હટાવી દે છે. યુવકનો જીવ બચી જાય છે. પણ ત્યા ઉભેલા દરેક કોઈ આ ઘટનાથી આશ્ચર્યમા પડી જાય છે. 
 
ઘરેથી ઝગડો કરીને જીવ આપવા આવ્યો હતો યુવક 

ટ્રેન આગળ છલાંગ લગાવનારા વ્યક્તિની ઓળખ કુમાર પુજારીના રૂપમાં થઈ છે. મળતી માહિતી મુજબ કુમાર ઘરેથી ઝગડો કરી જીવ આપવાના ઈરાદાથી સ્ટેશન આવ્યો હતો અને સામેથી આવી રહેલી ટ્રેનને જોઈને કૂદી પડ્યો.