મંગળવાર, 16 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 23 માર્ચ 2022 (16:30 IST)

Pushkar Singh Dhami: ઉત્તરાખંડના 12મા CM બન્યા પુષ્કર સિંહ ધામી શપથ લેતા જ બનાવ્યો આ રેકાર્ડ

Pushkar Singh Dhami: પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના 12મા મુખ્યમંત્રીના રૂપમાં પદ અને ગોપનીયતાની શપથ લીધી. રાજ્યપાલ ગુરમીત સિંહએ ધામી અને તેમના મંત્રીમંડળએ શપથ અપાવી. ઉત્તરાખંડમાં સતત બીજી વાર મુખ્યમંત્રી બનીને ધામીએ રેકાર્ડ બનાવ્યો છે. 2022 ના વિધાનસભા ચૂંટણી પછી ભાજપા હાઈકમાનએ  તેમને રિપીટ કરવાનો નિર્ણય લીધો  છે. 
 
ધામીની સાથે આઠ કેબિનેટ મંત્રીઓના નામ પણ જાહેર કર્યા છે. જેમાં સતપાલ મહારાજ, ધનસિંગ રાવત, સુબોધ ઉનિયાલ, ગણેશ જોશી, રેખા આર્ય અને પ્રેમચંદ અગ્રવાલએ પણ શપથ લીધી. સિતારગંજથી વિધાયક સૌરભ બહુગુઅણા અને બાગેશ્વર વિધાયક ચંદન રામ પહેલીવીર કેબિનેટ મંત્રી બનાવ્યા છે. 

ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દહેરાદૂન પહોંચ્યા ઉત્તર પ્રદેશના મનોનીત મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી અને અન્ય ભાજપા નેતા દહેરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રી પદ માટે નામિત પુષ્કર સિંહ ધામીના શપથ ગ્રહણ સમારંભમાં સામેલ થયા. પુષ્કર સિંહ ધામીએ બીજા કાર્યકાળ માટે ઉત્તરાખંડના સીએમના રૂપમાં શપથ લીધા બાદ કહ્યુ કે આવતીકાલે 24 માર્ચના રોજ અમારી પહેલી કેબિનેટ બેઠક થશે. આગામી દસક ઉત્તરાખંડનો રહેશે અને અમે તેને બનાવવા માટે કૃતસંકલ્પ છીએ.  અમે અમારા રાજ્યના વિકાસ માટે આજથી કામ કરવુ શરૂ કરીશુ. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉત્તરાખંડમાં પુષ્કર સિંહ ધામીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા દેહરાદૂન પહોંચ્યા હતા. ઉત્તર પ્રદેશના નામાંકિત મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી અને અન્ય ભાજપના નેતાઓએ દેહરાદૂનમાં ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનના નામાંકિત પુષ્કર સિંહ ધામીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપી હતી. પુષ્કર સિંહ ધામીએ ઉત્તરાખંડના સીએમ તરીકે બીજા કાર્યકાળ માટે શપથ લીધા બાદ કહ્યું કે આવતીકાલે 24 માર્ચે અમારી પ્રથમ કેબિનેટ બેઠક થશે. આવનારો દાયકો ઉત્તરાખંડનો હશે અને અમે તેને સાકાર કરવા સંકલ્પબદ્ધ છીએ. અમે આજથી આપણા રાજ્યના વિકાસ માટે કામ કરવાનું શરૂ કરીશું.