ગુરુવાર, 28 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 10 જુલાઈ 2020 (09:20 IST)

Vikas Dubey encounter: માર્યો ગયો ગૈગસ્ટર, UP એસટીએફે કાનપુરમાં કર્યો ઠાર

Vikas Dubey encounter
કાનપુરમાં આઠ પોલીસ કર્મચારીઓનો હત્યારો વિકાસ દુબે  શુક્રવારે સવારે પોલીસ એનકાઉંટરમાં માર્યો ગયો.  વિકાસ દુબેને ઉજ્જૈનથી કાનપુર લઇ જતી  યુપી STFનો કાફલો આજે સવારે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.  કાનપુર ટોલ પ્લાઝાથી 25 કિમી દૂર આ અકસ્માત થયો હતો. યુપી એસટીએફની ટીમ વિકાસ દુબે પાસે પહોંચતાંની સાથે જ તેણે કારમાં રહેલા સુરક્ષા જવાનોની પિસ્તોલ છીનવી લીધી હતી. દરમિયાન સંતુલન બગડતાં કાર પલટી ગઈ હતી. વાહન પલટી જતાં વિકાસએ પોલીસ ઉપર ફાયરિંગ શરૂ કરી દીધુ હતુ. 
 
સુરક્ષા જવાનોએ પણ તેમના બચાવમાં ગોળીબાર કર્યો હતો. આ એન્કાઉન્ટરમાં વિકાસ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુરક્ષાકર્મીઓ તેને હેલેટ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ કાર અકસ્માતમાં ત્રણ પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા છે જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.