મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 જુલાઈ 2020 (11:06 IST)

Vikas Dubey encounter: વિકાસ દુબેની કહાનીનો આવ્યો અંત, અનેક રહસ્યો થયા દફન

આઠ પોલીસ કર્મચારીઓની હત્યાનો આરોપી વિકાસ દુબે એનકાઉંટરમા માર્યો ગયો. આ રીતે વિકાસના આતંકનો ખાત્મો થઈ ગયો. તેના મોત સાથે જ અનેક રહસ્યો પણ દફન થઈ ગયા.  એવુ કહેવાય રહ્યુ છે કે વિકાસ જો પૂછપરછ દરમિયાન મોઢુ ખોલી દેતો તો અનેક મોટા ચેહરા બેનકાબ થઈ જતા.  ઉજ્જૈન પોલીસ અને એસટીએફની ટીમે તેની અનેક કલાકો સુધી પૂછપરછ કરી હતી. ત્યારબાદ તેને યૂપી મોકલવામાં આવ્યો હતો. 
 
મહાકાલ મંદિરમાં ધરપકડ બાદ વિકાસની નિકટના લોકોની ચિંતામાં વધારો થયો હતો. વિકાસના માર્યા ગયા પછી પણ તેની નિકટના લોકો જે લોકો તેને પ્રત્યક્ષ અને આડકતરી રીતે મદદ કરે છે તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો વિકાસ મોંઢુ ખોલતઓ તો અનેક નેતા, અધિકારી અને ગુનાહિત સંબંધોનો પર્દાફાશ થયો હોત. જેના કારણે અનેક લોકો મુશ્કેલીમાં મુકાય જતા.  હિસ્ટ્રી-શીટરની મદદ કરનારા બધા લોકોનુ પહેલાથી જ બીપી વધી રહ્યુ હતુ  કે જો વિકાસ તેનું નામ લેશે તો પોલીસ તેમની ઊંધ હરામ કરી દેશે. એવી પણ શક્યતા હતી કે વિકાસ તે લોકોનો પણ પર્દાફાશ કરશે જેઓ સત્તામાં રહીને તેની મદદ કરી રહ્યા હતા. 
 
અનેક નેતાઓના સંપર્કમાં હતો  
 
વિકાસ દુબેના પોલીસ સાથેના સંબંધ વિશે કહેવાની જરૂર નથી. ચૌબેપુર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડ થયેલા એસઓ અને બીટ દરોગા  કેકે શર્મા વિરુદ્ધ એફઆઈઆર અને ત્યારબાદ ધરપકડ એનો પુરાવો છે. વિકાસના રાજકીય જોડાણો  રજૂ કરતો વીડિયો અગાઉ વાયરલ થયો હતો. આમાં તેમણે શાસક નેતાઓ ઉપરાંત લોક પ્રતિનિધિઓનું નામ લીધું હતું
 
ધબકારા વધી ગયા
 
વિકાસની ધરપકડ બાદ એવા ઘણા મોટા લોકોએ મધ્યપ્રદેશના કાનપુરમાં લખનૌમાં ધબકારા વધારી દીધા હતા. તેમનું નામ સામે આવ્યા પછી, તેમની મુશ્કેલીઓ ઝડપથી વધશે. તેમના પર કાયદાકીય કાર્યવાહી કડક થઈ શકે છે. તેમના કનેક્શન વિશેની માહિતી આપવી પડી શકે છે. 
 
વિકાસના અન્ય 5 નિકટના સાથીઓ પણ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા
 
અત્યાર સુધી વિકાસ દુબેના પાંચ નજીકના સાથીઓ પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે, જ્યારે અન્ય બે સાથી દયાશંકર કલ્લુ અને શ્યામુ વાજપેયીને પોલીસ કસ્ટડીમાં છે.  પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા સાથીઓના નામ પ્રેમ પ્રકાશ (વિકાસ દુબેના મામા), અતુલ દુબે (વિકાસ દુબેનો ભત્રીજો), અમર દુબે (વિકાસ દુબેના રાઇટ હેન્ડ), પ્રભાત અને પ્રવીણ ઉર્ફે બુવા છે. આ સાથે ગુનામાં સંડોવાયેલા 14 આરોપીઓને જેલમાં મોકલી દેવાયા છે.
 
એસએસપી દિનેશકુમાર પીએ જણાવ્યું હતું કે પોલીસ આરોપીઓ સામે ઝડપી કાર્યવાહી કરી રહી છે. સીઓ, એસઓ સહિત આઠ પોલીસ કર્મચારીઓની હત્યા સંદર્ભે વિકાસ સહિત 18 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. તપાસ બાદ 15 લોકોના વધુ નામ બહાર આવ્યા છે. એફઆઈઆરમાં આ બધા નામોમાં પણ વધારો કરવામાં આવશે. વિકાસ પર પાંચ લાખનું ઇનામ જાહેર કરાયું હતું અને આ બધા પર ફરાર ગુનેગારોને 50-50 હજારનું ઇનામ જાહેર કરાયું હતું.