'વાઈરલ ગર્લ' ની સુંદરતા બની માથાના દુખાવો, કુંભમેળો છોડવા મજબૂર થઈ
viral kumbh girl
પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં શ્રધ્ધાથી ડૂબકી મારવા કરોડો લોકો આવે છે. મેળાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ સામે આવી રહ્યા છે. તાજેતરમાં રુદ્રાક્ષની માળા વેચતી એક છોકરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મળતી માહિતી મુજબ, આ યુવતી મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી છે. આ છોકરીના વાયરલ થવા પાછળનું કારણ તેની સુંદર આંખો છે. વાયરલ યુવતીની સુંદરતા હવે તેના માટે મુશ્કેલી ઉભી કરી રહી છે.
કોણ છે Viral Girl ?
તમે મહાકુંભમાં સૌથી સુંદર સાધ્વીના વાયરલ વીડિયો જોયા જ હશે, ત્યારપછી હવે એમપીની વાયરલ ગર્લ પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં છે. 'બ્રાઉન બ્યુટી'ના નામથી જાણીતી આ યુવતી મહાકુંભમાં તોરણો વેચતી જોવા મળી હતી. કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. આ પછી આ વીડિયોને 15 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. પછી શું થયું વીડિયો વાયરલ થતા જ લોકો વાયરલ ગર્લને શોધવા કુંભ પહોંચવા લાગ્યા.

