રવિવાર, 19 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાતી સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : રવિવાર, 19 જાન્યુઆરી 2025 (18:04 IST)

'વાઈરલ ગર્લ મોનાલિસા' ની સુંદરતા બની માથાના દુખાવો, કુંભમેળો છોડવા મજબૂર થઈ

monalisa
monalisa

પ્રયાગરાજમાં મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેળામાં શ્રધ્ધાથી ડૂબકી મારવા કરોડો લોકો આવે છે. મેળાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ સામે આવી રહ્યા છે. તાજેતરમાં રુદ્રાક્ષની માળા વેચતી એક છોકરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. મળતી માહિતી મુજબ, આ યુવતી મધ્યપ્રદેશના ઈન્દોરની રહેવાસી છે. મોનાલિસા નામની આ છોકરીના વાયરલ થવા પાછળનું કારણ તેની સુંદર આંખો છે. વાયરલ યુવતીની સુંદરતા હવે તેના માટે મુશ્કેલી ઉભી કરી રહી છે.
 
કોણ છે મોનાલિસા?
તમે મહાકુંભમાં સૌથી સુંદર સાધ્વીના વાયરલ વીડિયો જોયા જ હશે, ત્યારપછી હવે એમપીની મોનાલિસા પોતાની સુંદરતાના કારણે ચર્ચામાં છે. 'બ્રાઉન બ્યુટી'ના નામથી જાણીતી આ યુવતી મહાકુંભમાં તોરણો વેચતી જોવા મળી હતી. કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો. આ પછી આ વીડિયોને 15 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. પછી શું થયું વીડિયો વાયરલ થતા જ લોકો મોનાલિસાને શોધવા કુંભ પહોંચવા લાગ્યા.