ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 6 જૂન 2019 (14:50 IST)

શુ ભારતમાં મુસ્લિમોએ રસ્તો જામ કરીને નમાજ અદા કરી... !! જાણો વાયરલ તસ્વીરની હકીકત

"ઈસ્લામિક દેશોમાં જે શક્ય નથી તે ભારતમાં  કેવી રીતે થઈ શકે.  રસ્તા પર નમાજ અદા કરવી એ ઈસ્લામિક દેશોમાં  પ્રતિબંધિત છે.  તો પછી ભારતના રસ્તાઓ પર નમાજ કરવી કેમ પ્રતિબંધિત નથી થઈ શકતી. હિન્દુ કોઈપણ ધાર્મિક કાર્ય રોડ પર કરવા માટે મંજુરી લેવી પડે છે તો આ લોકોને સ્વતંત્રતા કેમ"
આ મેસેજ સાથે એક તસ્વીર લગભગ એક અઠવાડિયાથી સોશિયલ મીડિયા પર ફરી રહી છે. આ તસ્વીરમાં સેકડો લોકો રસ્તા પર નમાજ અદા કરી રહ્યા છે. જેનાથી રસ્તો બ્લોક થઈ ગયો છે અને અનેક ગાડીઓ ફસાય ગઈ છે. 


વાયરલ તસ્વીરને આ કેપ્શન સાથે પણ શેયર કરી છે. - "ધ્યાનથી જુઓ આ ફોટોમાં તેમા બસો, કાર, ટેક્સી, જીપ, એમ્બુલેંસ અને તેમા શાળામાં જતા બાળકો.. ઓફિસ જતા લોકો, મુસાફરો હશે. એમ્બુલેંસમાં પેશેંટ હશે. પણ આ બધાથી વધુ જરૂરી છે અલ્લાહની ઈબાદત. કોઈ અસ્થમા, દમા, હાર્ટ એટેક પેશંટ મરી પણ જાય તો પણ શુ.. ઈબાદત પહેલા" 
 
તસ્વીરની હકીકત શુ છે. 
 
અમે જોયુ કે વાયરલ તસ્વીર પર એક સ્ટેમ્પ લાગ્યો છે. - robertharding.com ઉલ્લેખનીય છે કે robertharding.com એક ફોટો લાયબ્રેરી છે. આ ફોટો લાયબ્રેરીમાં અમને વાયરલ તસ્વીર પણ મળી ગઈ.  તેનો ફોટો આઈડી પણ એ જ છે જે વાયરલ તસ્વીરમાં છે. 858-3. 
પણ આ તસ્વીર પર કેપ્શન લખ્યુ હતુ - "બાંગ્લાદેશના ટૉગીમાં બિવ ઈજ્તેમા માટે મોટી સંખ્યામાં એકત્ર થવાને કારણે મુસ્લિમ રસ્તા પર નમાજ અદા કરી રહ્યા છે." આ કેપ્શનથી સ્પષ્ટ છે કે આ બાંગ્લાદેશની તસ્વીર છે ભારતની નહી. 
 
ઈજ્તેમા શુ છે ?
 
ઈજ્તેમાં અરબી ભાષાનો એક શબ્દ છે. જેનો મતલબ અનેક લોકોના એક સ્થાન પર ભેગા થવુ છે. ઉલ્લેખનીય છે કે હજ પછી આ બીજુ આયોજન છે. જ્યા આટલી મોટી સંખ્યામાં મુસલમાન ભેગા થાય છે. 
 
ઈજ્તેમામાં મજહબની ભલાઈ અને તેના પ્રચાર-પ્રસારની વાતો કરવામાં આવે છે. દુનિયાભરમાં મુખ્ય રૂપે ફક્ત ત્રણ સ્થાન પર સંમેલન થાય છે. 
 
મધ્યપ્રદેશના ભોપાલ, પાકિસ્તાનમાં લાહોર પાસે રાયવિંડ અને બાંગ્લાદેશની રાજધાની ઢાકા પાસે ટૉગીમાં સૌથી મોટા ઈજ્તેમાનુ આયોજન થાય છે. 
 
વેબદુનિયાની પડતાલમાં જોવા મળ્યુ કે રસ્તો જામ કરીને નમાજ અદા કરવાની આ તસ્વીર ભારતની નહી બાંગ્લાદેશની છે.