1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: રવિવાર, 13 ઑગસ્ટ 2023 (17:50 IST)

Viral Video: Gadar 2 જોવા ટ્રેક્ટરથી થિએટર પહોંચી રહ્યા છે લોકો સની પાજીનો જોવાયો ક્રેઝ

Viral Video
Gadar 2 - એક્ટર સની દેઓલની મોસ્ટા અવેટેડ ફિલ્મ ગદર 2 સિનેમાઘરમાં રિલીઝ થઈ ગઈ છે અને લોકો તેમના પસંદના એક્ટરને જોવા માટે ગાંડો થઈ રહ્યા છે. ફિલ્મ બોક્સ ઑફિસ પરંતુ ધમાકેદાર કમાણી કરી રહી છે. ગદર 2 ને થિયેટરોમાં OMG 2 સાથે ટક્કર મળી, પરંતુ તેમ છતાં તે બોક્સ ઓફિસ પર પ્રભુત્વ ધરાવે છે.
 
તમને જણાવી દઈએ કે ફિલ્મ જોવા માટે દર્શકોમાં એટલો ઉત્સાહ છે કે રાજસ્થાનમાં લોકો ફિલ્મ જોવા માટે ટ્રક અને ટ્રેક્ટરમાં થિયેટરોમાં પહોંચ્યા છે. કહેવાય છે કે 2001માં જ્યારે 'ગદરઃ એક પ્રેમ કથા' રિલીઝ થઈ હતી ત્યારે પણ આવો જ ક્રેઝ હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ચાહકોની ભીડ હૂટિંગ અને ચીયરિંગ કરતી જોઈ શકાય છે. કથિત રીતે, આ વાયરલ વીડિયો INOX, સિટી સેન્ટર મોલ, ભીલવાડા રાજસ્થાનમાંથી લેવામાં આવ્યો છે. દર્શકો પણ 'હિન્દુસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવતા સિનેમા હોલમાં પહોંચી ગયા હતા.