મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 6 સપ્ટેમ્બર 2021 (09:14 IST)

Weather Updates- દક્ષિણ પશ્ચિમ માનસૂન સક્રિય, IMD એ આ રાજ્યોમાં આપી ભારે વરસાદની ચેતવણી

ભારતીય મૌસમ વિભાગએ કહ્યુ કે દક્ષિણ -પશ્ચિમ માનસૂન ફરીથી સક્રિય થવાની સાથે જ આવતા 3 દિવસોમાં દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર ભારતના ઘણા ભાગોમાં ભારે વરસાદ થવાની શકયતા છે આઈએમડીએ કહ્યુ કે આવતા 3 દિવસો દરમિયાન કર્ણાટક, તામિલનાડુ અને કેરળના અલગ -અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને ત્યારબાદ તીવ્રતા ઓછી થશે.
 
વિભાગે જણાવ્યું હતું કે સંભવિત નીચા દબાણવાળા વિસ્તારની પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં હિલચાલને કારણે, 7 સપ્ટેમ્બર સુધી દક્ષિણ ઓડિશા, તટીય આંધ્ર પ્રદેશ, તેલંગાણા, વિદર્ભ અને દક્ષિણ છત્તીસગઢના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.