શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 27 સપ્ટેમ્બર 2021 (18:35 IST)

અખાડા એટલે શુ ? જાણો અખાડા સાથે જોડાયેલી મહત્વની વાતો :

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરીનું નિધન થયું છે. નરેન્દ્ર ગિરી નિરંજની અખાડાના મહંત પણ હતા. લોકોના મનમાં એક સવાલ છે કે આ અખાડા શું છે ? ઘણા બધા સાધુ-સંતો કેટલાક અખાડાઓ સાથે જોડાયેલા હોય છે.
 
શૈવ, વૈષ્ણવ અને ઉદાસીન પંથના સન્યાસીઓની માન્યતા પ્રાપ્ત કુલ 13 અખાડા છે. પહેલા આશ્રમોના અખાડાને બેડા એટલે કે સાધુઓનો સમૂહ કહેવામાં આવતો હતો. પહેલા અખાડા શબ્દનું ચલણ ન હતું. સાધુઓના સમૂહમાં પીર અને તદ્દવીર હોતા હતા. અખાડા શબ્દનું ચલણ મુગલકાળથી શરુ થયું. અખાડા સાધુઓનો તે સમૂહ છે જે શ સત્રવિદ્યામાં પણ પારંગત રહે છે. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે, અલખ શબ્દ માંથી જ અખાડા શબ્દ બન્યો છે. કેટલાક માને છે કે અક્ખડ ઉપરથી કે આશ્રમ ઉપરથી આ શબ્દ બન્યો છે. અખાડાઓ સાથે જોડાયેલી ખાસ વાતો જાણો.
 
અખાડો એ સાધુઓનો સમૂહ છે જે શસ્ત્ર વિદ્યામાં નિપુણ છે. સામાન્ય ભાષામાં, અખાડો શબ્દનો ઉપયોગ કુસ્તી વગેરે માટેના મેદાન માટે થાય છે. સાધુ-સંતોના અખાડાઓનો સંબંધ પણ આ જ રીતે છે. એવું કહેવાય છે કે અખાડા શબ્દ અલખ શબ્દ પરથી આવ્યો છે. અગાઉ અખાડા શબ્દનો ઉપયોગ થતો ન હતો અને તેમને માત્ર સાધુઓનો સંઘ કહેવામાં આવતો હતો. અખાડા શબ્દનો ઉપયોગ મુઘલ કાળ દરમિયાન થવાનું શરૂ થયું. 
 
 કહેવામાં આવે છે કે આદિ શંકરાચાર્યએ આથમી સદીમાં 13 અખાડા બનાવ્યા હતા. આજ સુધી તે અખાડા કાયમ છે. અન્ય કુંભ મેળામાં બધા અખાડા એક સાથે સ્નાન કરે છે, પણ નાસિકના કુંભમાં વૈષ્ણવ અખાડા નાસિકમાં અને શૈવ અખાડા ત્ર્યંબકેશ્વરમાં સ્નાન કરે છે. આ વ્યવસ્થા પેશવાના સમયમાં શરુ કરવામાં આવી જે ઈ.સ. 1772 થી ચાલી રહી છે.
 
અખાડા સાથે જોડાયેલી મહત્વની વાતો :
 
અટલ અખાડા – આ અખાડા પોતાની રીતે જ અલગ છે. આ અખાડામાં માત્ર બ્રામણ, ક્ષત્રીય અને વૈશ્ય દીક્ષા લઇ શકે છે અને બીજા કોઈ આ અખાડામાં આવી શકતા નથી.
 
અવાહન અખાડા – બીજા અખાડાઓમાં મહિલા સાધ્વીઓને પણ દીક્ષા આપવામાં આવે છે પણ આ અખાડામાં એવી કોઈ પરંપરા નથી.
 
નિરંજની અખાડા – આ અખાડો સૌથી વધુ શિક્ષિત અખાડો છે. આ અખાડામાં લગભગ 50 મહામંડલેશ્ચર છે.
 
અગ્નિ અખાડા – આ અખાડામાં માત્ર બ્રહ્મચારી બ્રાહ્મણ જ દિશા લઇ શકે છે. કોઈ બીજા દીક્ષા નથી લઇ શકતા.
 
મહાનિર્વાણી અખાડા – મહાકાલેશ્વર જ્યોતિર્લીંગની પૂજાની જવાબદારી આ અખાડા પાસે છે. આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે.
 
આનંદ અખાડા – આ શૈવ અખાડો છે જેને આજ સુધી એક પણ મહામંડલેશ્વર નથી બનાવ્યા. આ અખાડાના આચાર્યનું પદ જ મુખ્ય હોય છે.
 
દિગંબર અણી અખાડા – આ અખાડાને વૈષ્ણવ સંપ્રદાયમાં રાજા કહેવામાં આવે છે. આ અખાડામાં સૌથી વધુ ખાલસા એટલે 431 છે.
 
નિર્મોહી અણી અખાડા – વૈષ્ણવ સંપ્રદાયના ત્રણ અણી અખાડાઓ માંથી આમાં સૌથી વધુ અખાડા સામેલ છે. તેની સંખ્યા 9 છે.
 
નિર્વાણી અણી અખાડા – આ અખાડામાં કુશ્તી મુખ્ય હોય છે જે તેમના જીવનનો એક ભાગ છે. આ કારણથી અખાડાના ઘણા સંત પ્રોફેશનલ પહેલવાન રહી ચુક્યા છે.
 
બડા ઉદાસીન અખાડા – આ અખાડાનો ઉદેશ્ય સેવા કરવાનો છે. આ અખાડામાં માત્ર 4 મહંત હોય છે જે ક્યારેય કામ માંથી નિવૃત્ત થતા નથી.
 
નયા ઉદાસીન અખાડા – આ અખાડામાં તે લોકોને નાગાસાધુ બનાવવામાં આવે છે જેની દાઢી મુછ ન નીકળી હોય એટલે 8 થી 12 વર્ષ સુધીના બાળકો.
 
નિર્મલ અખાડા – આ અખાડામાં બીજા અખાડાની જેમ ધુમ્રપાનની મંજુરી નથી. તેના વિષે અખાડામાં બધા કેન્દ્રોના ગેટ ઉપર તેની સુચના લખેલી હોય છે.